For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇંડા-નોનવેજ લારી વિવાદ: વેજ - નોનવેજની કોઇ વાત નથી, જે લારીઓ નડશે તે હટાવાશે: ભુપેન્દ્ર પટેલ

અમદાવાદઃ અત્યારે ગુજરાતમાં શિયાળો જામવા લાગ્યો ત્યારે રાજ્યમાં ઠેકઠેકાણે ઈંડા અને નોનવેજની લારીઓ ઉપર પ્રતિબંધ લાદવામાં આવી રહ્યા છે. પહેલા રાજકોટમાં (rajkot) ઈંડા અને નોનવેજની લારીઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યારે

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ અત્યારે ગુજરાતમાં શિયાળો જામવા લાગ્યો ત્યારે રાજ્યમાં ઠેકઠેકાણે ઈંડા અને નોનવેજની લારીઓ ઉપર પ્રતિબંધ લાદવામાં આવી રહ્યા છે. પહેલા રાજકોટમાં (rajkot) ઈંડા અને નોનવેજની લારીઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યારે બાદ અમદાવાદમાં પણ ઈંડા અને નોનવેજની લારીઓ હટાવવાની કોર્પોરેશનની જાહેરાત વિવાદ વધારે વકર્યો છે. તો બીજી તરફ ગુજરાત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની પણ આ ઉપર પ્રતિક્રિયા આવી છે. તેમણે આણંદના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, વેજ નોનવેજની કોઇ વાત નથી જેને જે ખાવું હોય તે ખાઈ શકે છે. પરતું જો ટ્રાફીકમાં કે નાગરિકોને અડચણરૂપ હશે તેવી તમામ લારીઓ હટાવવામાં આવશે.

Bhupendra Patel

આ અંગે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, જેને જે ખાવું હોય તે ખાય એમાં સરકાર કોઇ હસ્તક્ષેપ ન કરે. જેમને જે ભાવતું હોય તે ખાય તેમાં સરકાર ક્યારે પણ હસ્તક્ષેપ કરવા માંગતી નથી. પરંતુ રોડમાં અડચણરૂપ લારીઓ હોય તેને હટાવવાની જવાબદારી તો સ્થાનિક તંત્ર અને ત્યાર બાદ સરકારની છે. જેથી આવી લારીઓ હટાવવામાં આવશે.

આ અંગેની વૈકલ્પિક જગ્યાઓ આપવી સરકારની જવાબદારી નથી. પરંતુ ટ્રાફીકને નડશે તેવી તમામ લારીઓ અને બાંધકામો હટાવવામાં આવશે. તેમાં વેજ-નોનવેજ કે જાતી ધર્મ જોઇને આ કાર્યવાહી નહી થાય. માત્ર અગવડતા જોઇને જ કાર્યવાહી થશે.

English summary
Wedge - There is no question of non-wedge, lorries that hit will be removed: Bhupendra Patel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X