For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાય બાય 2019: આ વર્ષમાં ભારતના આ 3 બોલરોએ ટેસ્ટમાં કોહરામ સર્જ્યો, માત્ર 18 મેચમાં અધધ 81 વિકેટ!

2019 નું વર્ષ પૂરું થવાના આરે છે. આ વર્ષમાં ક્રિકેટમાં શું ઉથલપાથલ થઈ તે તરફ નજર કરવી આવશ્યક બની જાય છે. અત્યારે આપણે ટેસ્ટ ક્રિકેટમાં ભારતના સૌથી સફળ બોલરોની વાત કરવાના છીએ. ભારત તરફથી આ વખતે મોહમ્મદ

|
Google Oneindia Gujarati News

2019 નું વર્ષ પૂરું થવાના આરે છે. આ વર્ષમાં ક્રિકેટમાં શું ઉથલપાથલ થઈ તે તરફ નજર કરવી આવશ્યક બની જાય છે. અત્યારે આપણે ટેસ્ટ ક્રિકેટમાં ભારતના સૌથી સફળ બોલરોની વાત કરવાના છીએ. ભારત તરફથી આ વખતે મોહમ્મદ સમી સૌથી વધુ વિકેટ મેળવનારો બોલર છે તો મોહમ્મદ શમી, ઇશાંત શર્મા અને ઉમેશ યાદવે મળીને કુલ 18 મેચમાં ભારત માટે 81 વિકેટ ઝડપી છે.

મોહમ્મદ શમી

મોહમ્મદ શમી

મોહમ્મદ શમીએ આ વર્ષે 8 ટેસ્ટ રમી છે. આ 8 ટેસ્ટમાં 33 વિકેટ પોતાના નામે કરી છે. સમીએ રન બચાવવામાં મહત્વનો ફાળો આપ્યો છે. તેને 8 મેચમાં કુલ 194.2 ઓવર ફેંકી હતી, જેમાં 16.67 ની ખૂબ જ નીચી સરેરાશથી 550 રન આપ્યા છે. સૌથી મોટી વાત તે 49 મેડન ઓવર સાથે સૌથી વધુ મેડન ઓવર કરનારો બીજો ભારતીય ખેલાડી છે. તેનાથી આગળ માત્ર રવીન્દ્ર જાડેજા છે. જેને આ વર્ષે 66 મેડન ઓવર ફેંકી છે. એક ઈનીંગમાં શમીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 35 રનમાં 5 વિકેટ છે. જે 2 ઓક્ટોબરના રોજ વિન્ડિઝ સામેની મેચની બીજી ઇનિંગમાં નોંધાવ્યું હતું.

ઇશાંત શર્મા

ઇશાંત શર્મા

ઇશાંત શર્મા આ વર્ષે ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારો બીજા નંબરનો ભારતીય બોલર છે. ઇશાંતે આ વર્ષે કુલ 6 ટેસ્ટમાં 25 વિકેટ પોતાના નામે કરી છે. ઇશાંત શર્મા પણ સમીની જેમ ઓછા રન આપવામાં સફળ રહ્યો છે. ઇશાંતે 6 મેચમાં કુલ 135.4 ઓવર ફેંકી અને 15.56 ની સરેરાશથી 389 રન આપ્યા. આ ઉપરાંત 34 મેડન ઓવર ફેંકી. ઈશાંતે ઈનિંગમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 22 રનમાં 5 વિકેટ ઝડપી હતી. 22 નવેમ્બરે બાંગ્લાદેશ સામે ડે-નાઇટ મેચ દરમિયાન તેણે પ્રથમ ઇનિંગ્સમાં આ પ્રદર્શન કર્યું હતું.

ઉમેશ યાદવ

ઉમેશ યાદવ

ઉમેશ યાદવ સૌથી વધુ વિકેટ ઝડપનારો ત્રીજા નંબરનો ભારતીય બોલર છે. આ વર્ષે ઉમેશ યાદવે 4 ટેસ્ટમાં 23 વિકેટ પોતાના નામે કરી છે. ઉમેશ યાદવે આ વર્ષે 88.4 ઓવર ફેંકી અને 13.65 ની ખૂબ જ નીચી સરેરાશથી 314 રન આપ્યા. જેમાં 14 મેડન ઓવર ફેંકી. ઉમેશનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 53 રનમાં 5 વિકેટ છે. જે તેને 22 નવેમ્બરે બાંગ્લાદેશ સામે ડે-નાઇટ મેચ દરમિયાન બીજી ઇનિંગમાં નોંધાવ્યું હતું.

English summary
Bye Bye 2019: This year, these 3 bowlers from India created History in the test, only 81 wickets in 18 matches!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X