પંચાયતની ચૂંટણીમાં થયું 70 ટકા મતદાન, આવતીકાલે મત ગણતરી

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદાતાઓ અદ્દભુત ઉત્સાહ દર્શાવતા મતદાન કર્યુ હતું અને આ મતદાન 70 ટકા જેટલું થયું હતું હવે મતગણતરી મંગળવારે થશે ત્યારે લોકો કઈ તરફ ઝૂક્યા છે તે બાબત ખબર પડશે. રવિવારે થયેલા મતદાન દરમિયાન રાજ્યની ૧૨૧૧ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ૨૧૪ પંચાયતો સમરસ થઇ હતી કુલ મળીને ૧૧૫૩ ગ્રામ પંચાયતોની યોજાયેલી ચૂંટણીમાં સરેરાશ ૭૦ ટકાથી વધુ મતદાન થયુ હતું. ગામડાઓમાં મતદારોએ ઉત્સાહ સાથે મતદાન કર્યુ હતું. ખાસ કરીને મહિલાઓ સવારથી જ મતદાન મથકે પહોંચી હતી. કોઇ પણ અનિચ્છિય બનાવ વિના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર રાજયમાં ચૂંટણી સંપન્ન થઇ હતી. હવે મંગળવારે મતગણતરી યોજાશે.

election

૧૧૫૩ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ ૨૨,૦૩૬ ઉમેદવારોનુ ભાવિ ઇવીએમમાં સીલ થયુ છે. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઉલ્લેખનીય બાબત એ છે કે ૧૫ ગામોમાં તો સરપંચના પદ માટે ઉમેદવારોએ ફોર્મ જ ભર્યા નથી. ૧૭૫૦ ઉમેદવારો અત્યાર સુધી બિનહરીફ જાહેર થયા છે. ૨૧૪ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે. ત્યારે ચૂંટણીમાં જીત કોની થશે તે હવે જોવાનું રહ્યું. નોંધનીય છે કે વિધાનસભાની ચૂંટણીમાં ભારે મુશ્કેલી પછી ઓછી બેઠકો સાથે ભાજપની જીત થઇ હતી. ત્યારે આ ચૂંટણી પછી ગ્રામ પંચાયતની આ ચૂંટણી પણ ભાજપ  અને કોંગ્રેસ બંન્ને માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

English summary
Gujarat Panchayat election: 70 % voting done. Read more on it here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.