અમદાવાદમાં પોલીસે ઝડપી 1 કરોડ અને 40 લાખની જૂની નોટો

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદમાં એલિસબ્રિજ પોલીસે દરોડા પાડીને 1 કરોડ 40 લાખની જૂની ચલણી નોટનો જથ્થો જપ્ત કર્યો છે. આંબડેકર કોલોની પાસે આનંદ કંસ્ટ્રશન નામના બિલ્ડરની ઓફિસમાં પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં તેણે આ મોટી રોકડ રકમ જપ્ત કરી હતી. વધુમાં પોલીસે એક વ્યક્ચિની અટકાયત પણ કરી છે. તેમજ રોકડ અંગે આવકવેરા વિભાગને જાણ કરી છે.

currency

નોંધનીય છે કે જ્યારથી ભારતભરમાં 500 અને 1000 રૂપિયાની જૂની નોટો બંધ કરવામાં આવી છે. અનેક જગ્યાએથી પોલિસ આવી બેનામી સંપત્તિઓ પર બાતમીના આધારે રેડ પાડી રહી છે. અને ત્યાંથી આ રીતે મોટી સંખ્યામાં રોકડ રકમો પ્રાપ્ત કરી રહી છે. જો કે આ તમામ ધટનામાં અમદાવાદમાં પહેલી વાર આટલી મોટી રકમ પોલિસના હાથે લાગી છે. ત્યારે હાલ તો આ અંગે પોલિસે વધુ તપાસ શરૂ કરી છે.

ahmedabad crime
English summary
1 million and 40 million old notes were seized by Ahmedabad police.
Please Wait while comments are loading...