મહારાષ્ટ્રઃ અકસ્માતમાં 10 ગુજરાતીઓના મોત

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.

ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, મહારાષ્ટ્ર સ્થિત સતારાના પંડુરઘાટ પાસે એક બસ ખીણમાં ખાબકી છે. જેમાં 10 ગુજરાતીઓના મોત નીપજ્યાં હોવાના અહેવાલ છે. મળતી માહિતી અનુસાર આ બસ રાજકોટની સત્યમ ટ્રાવેલ્સની હતી. બસમાં 50 જેટલા યાત્રીઓ હતા. જેમાના 40 જેટલા મુસાફરો પોરબંદરના અને અન્ય રાજકોટના હતા. મૃત્યુ પામનારાઓમાં સૌથી વધુ પોરબંદરના હોવાનું બહાર આવ્યું છે. આ અકસ્માતમાં 20થી વધુને ઇજા પહોંચી છે જ્યારે છની સ્થિતિ ગંભીર હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

મહારાષ્ટ્રઃ અકસ્માતમાં 10 ગુજરાતીઓના મોત

મહારાષ્ટ્રઃ અકસ્માતમાં 10 ગુજરાતીઓના મોત

મહારાષ્ટ્ર સ્થિત સતારાના પંડુરઘાટ પાસે એક બસ ખીણમાં ખાબકી છે. જેમાં 10 ગુજરાતીઓના મોત નીપજ્યાં હોવાના અહેવાલ છે. મળતી માહિતી અનુસાર આ બસ રાજકોટની સત્યમ ટ્રાવેલ્સની હતી. બસમાં 50 જેટલા યાત્રીઓ હતા. જેમાના 40 જેટલા મુસાફરો પોરબંદરના અને અન્ય રાજકોટના હતા. મૃત્યુ પામનારાઓમાં સૌથી વધુ પોરબંદરના હોવાનું બહાર આવ્યું છે. આ અકસ્માતમાં 20થી વધુને ઇજા પહોંચી છે જ્યારે છની સ્થિતિ ગંભીર હોવાનું પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

વડોદરામાં 3 વર્ષની બાળકી પર બળાત્કાર

વડોદરામાં 3 વર્ષની બાળકી પર બળાત્કાર

વડોદરામાં એક ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાના અહેવાલ છે. આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર વડોદરાના સમા વિસ્તારમાં એક શ્રમજીવી પરિવારની 3 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. બાળકીને હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. અજાણ્યા યુવક પર બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો છે. તપાસ હાથ ધરવામાં આવી છે.

વડોદરાઃ એલ્યુમિનિયમ વેસલમાં ધડાકો એકનું મોત

વડોદરાઃ એલ્યુમિનિયમ વેસલમાં ધડાકો એકનું મોત

વડોદરાની મકરપુરા જીઆઇડીસી સ્થિત ઓરોની ટેક્નોલોજી પ્રા.લિ. કંપનીમાં એલ્યુમિનિયમ વેસલમાં પ્રેશર વધી જતા ધડાકો થતાં એક કર્મચારીનું મોત નીપજ્યું છે. આ કંપનીમાં કેમિકલ ફિલ્ટર બનાવવાનું કામ કરવામાં આવે છે. જેમાં અંદાજે 15 જેટલા કર્મચારીઓ કામ કરે છે.

સુરતઃ ઓનલાઇન જુગારના રેકેટનો પર્દાફાશ

સુરતઃ ઓનલાઇન જુગારના રેકેટનો પર્દાફાશ

સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓનલાઇન જુગાર રમાડવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. અમેજીંગ નાઇટ નામની વેબસાઇટ પર એડવાન્સમાં પૈસા લઇને સભ્યો બનાવવામાં આવ્યા હતા અને તેમને જુગાર રમાડવામાં આવતો હતો. પોલીસે આ સબબ પાંચ લોકોની ધરપકડ કરી છે અને 1.45 લાખની મતા પણ જપ્ત કરવામાં આવી છે.

English summary
10 gujarati died in accident at maharashtra. here is the top news of gujarat.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.