ડોનાલ્ડ ટ્રમ્પે મોટેરા સ્ટેડિયમથી કહ્યું- 10 વર્ષમા ભારતમાંથી ગરીબી ખતમ થઈ જશે, જાણો 10 મોટી વાતો
નવી દિલ્હીઃ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના બે દિવસના ભારત પ્રવાસ પર સોમવારે અહીં પહોંચી ગયા છે. પોતાના પરિવાર સાથે અમદાવાદ પહોંચેલા ટ્રમ્પ એરપોર્ટથી સીધા સાબરમતી આશ્રમ પહોંચ્યા હતા. ત્યાંથી મોટેરા સ્ટેડિયમ પહોંચ્યા, જ્યાં એક લાખથી વધુ લોકો તેમનું સ્વાગત કરવા માટે હાજર રહ્યા હતા. પહેલા પીએમ મોદીએ સંબોધિત કરતા કહ્યું કે આ પારિવારિક આગમનથી સંબંધોમાં વધુ મીઠાશ આવશે. પીએમ મોદીએ કહ્યું કે, મિસ્ટર પ્રેસિડેન્ટ નમસ્તેનો મતલબ બહુ ઉંડો છે. આજે તમે એ સાબરમતી તટ પર છો, જેનું ભારતની આઝાદીમાં મહત્વપૂર્ણ સ્થાન છે. સાબરમતીનું દેશની આઝાદીની લડાઈમાં મોટું યોગદાન છે. અમારી વિવિધતા અને એકતા ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત સંબંધનો બહુ મોટો આધાર છે. અમેરિકા હંમેશાથી ભારતનો સારો મિત્ર રહ્યો છે અને તમારા પ્રવાસ દરમિયાન આપણા સંબંધ વધુ મજબૂત થશે. પીએમ મોદી બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ત્યાં હાજર લોકોને સંબોધિત કર્યા. અહીં જાણો ટ્રમ્પે જણાવેલી 10 મહત્વની વાતો...

વાત-1
નમસ્તે, અહીં હોવું મારા માટે સન્માનની વાત છે. અમેરિકા ભારતનો એક વફાદાર અને નિષ્ઠાવાન મિત્ર રહેશે, ભવ્ય સ્વાગત માટે આભાર.

વાત-2
પીએમ મોદી એક અદ્ભુત નેતા છે, ભારત માટે દિવસ-રાત કામ કરતા આ નેતા મારા પ્રિય મિત્ર છે તે જણાવીને હું ગર્વ અનુભવું છું.

વાત- 3
અમેરિકા ભારતને પ્રેમ કરે છે અને સન્માન કરે છે. ભારત આવવું મારા માટે સૌભાગ્ય છે. મારા માટે બહુ મોટા સન્માનની વાત છે. સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં આવા સ્વાગત માટે અભિભૂત છું. 1.25 લા લોકોનો આ સ્વાગત માટે ધન્યવાદ.

વાત-4
આગલા 10 વર્ષમાં ભારતથી ગરીબી હટી જશે. ભારતની પ્રગતિ દરેક દેશ માટે મિસાલ છે. આ સ્વામી વિવેકાનંદનો દેશ છે. ભારતમાં દરેક નાગરિકનો હક સમાન છે.

વાત-5
આ દેશમાં દર વર્ષે 2 હજાર મૂવી બનાવવામાં આવે છે. દુનિયાભરમાં ભારતનું સંગીત સાંભળવામાં આવે છે.

વાત- 6
અહીં અલગ-અલગ ધર્મના લોકો સાથે મળીને રહે છે. બધા મળીને પ્રાર્થના કરે છે. આ બધી વસ્તુઓ મળીને એક મહાન ભારત બનાવે છે.

વાત- 7
ભારત અને અમેરિકા, બંને જ આતંકવાદથી પીડિત છે, ભારત-અમેરિકા સાથે મળીને કટ્ટર ઈસ્લામી આતંકવાદથી નિપટશે.

વાત- 8
અમેરિકા ભારતનો પ્રમુખ રક્ષા ભાગીદાર રહેશે. પીએમ મોદી અને હું ભારત-અમેરિકાના સંબંધોને વધુ પ્રગાઢ બનાવવા પર ચર્ચા કરશું.

વાત- 9
ભારતનું ઉત્થાન દુનિયાના દરેક દેશ માટે ઉદાહરણ છે. અમેરિકા હંમેશા તમારો વફાદાર મિત્ર રહેશે.

વાત- 10
ભારત પર અમને બહુ ગર્વ છે... ભારત આર્થિક મહાશક્તિ બની ગયું છે... પીએમ મોદીના રાજમાં સૌની પાસે વિજળી છે.
મોટેરા સ્ટેડિયમથી પીએમ મોદીનું સંબોધન, કહ્યુ- ભારત-યુએસ ફ્રેન્ડશિપ લોંગ લીવ