For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે 10 કિલોમીટર લાંબો જામ લાગ્યો

દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે લોકોમાં કેટલો ઉત્સાહ છે તેનો અંદાઝો તમે આ વાતથી લગાવી શકો છે કે તેને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે લોકોમાં કેટલો ઉત્સાહ છે તેનો અંદાઝો તમે આ વાતથી લગાવી શકો છે કે તેને જોવા માટે હજારોની સંખ્યામાં લોકો આવી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ તેને જોવા માટે ઘણા કિલોમીટર લાંબી લાઈનો લાગી રહી છે. દિવાળીની રજા પર આ મૂર્તિને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ગુજરાતના નર્મદા તટ પાસે પહોંચી રહ્યા છે જેને કારણે 10 કિલોમીટર લાંબો જામ લાગ્યો હતો. આપને જણાવી દઈએ કે 31 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ પણ વાંચો: સ્ટેચ્યૂ ઑફ યુનિટી સાથે જોડાયેલ 20 રસપ્રદ તથ્યો જાણો

શનિવારે 30 હજાર લોકો મૂર્તિ જોવા માટે પહોંચ્યા

શનિવારે 30 હજાર લોકો મૂર્તિ જોવા માટે પહોંચ્યા

ખરેખર શનિવારે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા જેના કારણે 10 કિલોમીટર લાંબો જામ લાગી ગયો. સરદાર પટેલની 182 ફુટ ઉંચી મૂર્તિ જોવા માટે જે લોકો ટિકિટ લેવા માટે પહોંચ્યા તેમના કારણે લાંબી લાઈન લાગી અને 10 કિલોમીટર લાંબો જામ લાગ્યો. મળતી જાણકારી અનુસાર શનિવારે 30 હજાર લોકો મૂર્તિ જોવા માટે પહોંચ્યા હતા. લોકોમાં દુનિયાની સૌથી મોટી પ્રતિમા જોવાનો શાનદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

બસ ઘ્વારા અંદર આવવાની પરવાનગી

બસ ઘ્વારા અંદર આવવાની પરવાનગી

શનિવારે જે રીતે લોકોની ભીડ જામી હતી તેને કારણે પ્રશાશને નવું પગલું ભર્યું છે લોકોને જણાવવામાં આવ્યું કે મૂર્તિ જોવા આવનારા લોકોએ પોતાનું વાહન બહાર ઉભું કરવું પડશે ત્યારપછી લોકોને બસ ઘ્વારા અંદર આવવાની પરવાનગી આપવામાં આવશે.

12 નવેમ્બરે સ્ટેચ્યૂ ઓફ યુનિટી લોકો માટે બંધ

12 નવેમ્બરે સ્ટેચ્યૂ ઓફ યુનિટી લોકો માટે બંધ

એટલું જ નહીં પરંતુ પ્રશાશન ઘ્વારા જણાવવામાં આવ્યું કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા માટે આવતા પહેલા ઓનલાઇન બુકિંગ કરાવી લો. પરંતુ આ અપીલ પછી પણ લોકો મોટી સંખ્યામાં ત્યાં પહોંચી રહ્યા છે. સરકાર તરફથી જણાવવામાં આવ્યું કે 12 નવેમ્બરે મેંટેનન્સને કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી લોકો માટે બંધ રહેશે.

English summary
10 kilometer long jam due to visit Statue of Unity in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X