For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદની બહાદૂર યુવતીએ મુક્ત કરાવ્યા 100 બાળમજૂરો

|
Google Oneindia Gujarati News

અમદાવાદની યુવતી ઝરણા જોષી વેકેશન દરમિયાન રાજકોટ ઘઈ હતી તે દરમિયાન તેણે નજીકની કંપનીમાં બાળમજૂરીએ આવતી બાળકીઓને જોતા મને મુક્ત કરાવવા અભિયાન હાથ ધર્યું હતું. આ અભિયાનને પાર પાડવા ઝરણા પોતે જ એક મહિનો ફેક્ટરીમાં કાર્યરત થઇને તમામ માહિતી પ્રાપ્ત કરી હતી.

જે બાદમાં સઘળી હકીકત માલૂમ પડતાં તેણે હળવદ સમાજ સુરક્ષામાં રજૂઆત કરી, પરંતુ કોઇ જ હિલચાલ ન થતાં મોરબી અને રાજકોટ પણ અરજી કરી, પરંતુ કોઈ નક્કર કામગીરી ન થતા તેણે ગાંધીનગર સીએમ કાર્યાલયમાં અરજી કરી હતી અને તેના પગલે સંબંધિત કચેરીને આદેશ આપવામાં આવ્યો હતો.

ahmedabad

જે બાદ કારખાનામાં કામ કરતા 100 થી વધુ બાળમજૂરો મળી આવ્યા હતાં. જે બાદ સમાજ સુરક્ષાના અધિકારી કનકસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, તમામ બાળકીઓની ઉંમરની તપાસ કરવામાં આવશે અને જો બાળકીઓની ઉંમર 14 વર્ષ કરતાં નાની નીકળશે તો કારખાનાના સંચાલક સામે બાળમજૂરી એક્ટ હેઠળ કાર્યવાહી થશે. ત્યારે ઝરણાંની આ બહાદૂરી ખરેખરમાં વખાણવા લાયક છે.

English summary
100 Child Labour Set free by Ahmedabad Women
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X