For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતના 100થી વધુ ડૉક્ટરો કોરોનાથી સંક્રમિત, સંક્રમિત ભાજપ ધારાસભ્ય ખાનગી હોસ્પિટલમાં ભરતી

ગુજરાતમાં કોરોના સંક્રમિતોનો આંકડો 367 નવા કેસ વધીને 15572 થઈ ગયા છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં કોરોના સંક્રમિતોનો આંકડો 367 નવા કેસ વધીને 15572 થઈ ગયા છે. માહિતી મુજબ 24 કલાક દરમિયાન અહીં 22 મોત થયા. મહામારીથી જીવ ગુમાવનારાની સંખ્યા 960 થઈ ગઈ છે. 7 હજારથી વધુ દર્દીઓ રિકવર થઈ ચૂક્યા છે. 6 હજારથી વધુ સંક્રમિતોનો વિવિધ હોસ્પિટલોમાં ઈલાજ ચાલી રહ્યો છે. 2 મહિનામાં રાજ્યના 100થી વધુ ડૉક્ટર કોવિડ-19 વાયરસની ચપેટમાં આવી ચૂક્યા છે. જેમાંથી ઘણા રિકવર થઈને ઘરે જઈ ચૂક્યા છે જ્યારે મોટાભાગનો ઈલાજ હજુ ચાલી રહ્યો છે.

coronavirus

સંક્રમિત ભાજપ ધારાસભ્ય સરકારી હોસ્પિટલમાં ન ગયા

આઈએમએ ગુજરાતના અધ્યક્ષ ડૉ. કમલેશ જોશીએ જણાવ્યુ કે કોરોનાથી એક મોટા ઓર્થોપેડીક સર્જનનુ મોત થઈ ચૂક્યુ છે. વળી, ગુરુવારે ભાજપના એક ધારાસભ્ય કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા છે. ભાજપ પ્રવકતા ભરત પંડ્યાએ જણાવ્યુ કે એ ધારાસભ્યની સ્થિતિ સ્થિર છે અને તેમને એક ખાનગી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. પરંતુ તે ધારાસભ્યનુ નામ જણાવવામાં આવ્યુ નથી. સત્તાધારી પાર્ટીના એ ધારાસભ્યના ખાનગી હોસ્પિટલમાં ઈલાજ માટે જવા પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે.

કોંગ્રેસ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનુ કહેવુ છે કે શું એ ધારાસભ્યને સરકારના એ દાવા પર ભરોસો નથી કે સરકારી હોસ્પિટલોમાં સૌથી સારો ઈલાજ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. બધા આમ અને ખાસ માટે સારી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ખેડાવાલા એ જ ધારાસભ્ય છે જે ખુદ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા. બાદમાં તેમણે અને તેમના પરિવારજનોએ પોતાના ઈલાજ એક સરકારી હોસ્પિટલમાં જ કરાવ્યો. એક મહિનાથી ઓછા સમયમાં બધી રિકવર પણ થઈ ગયા હતા.

ચીને પણ ઠુકરાવ્યો ટ્રમ્પની મધ્યસ્થતાનો પ્રસ્તાવ, કહ્યુ - થર્ડ પાર્ટીની જરૂર નથીચીને પણ ઠુકરાવ્યો ટ્રમ્પની મધ્યસ્થતાનો પ્રસ્તાવ, કહ્યુ - થર્ડ પાર્ટીની જરૂર નથી

English summary
100 doctors infected by pandemic in Gujarat so far, BJP MLA found covid-19 positive
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X