For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વાઇબ્રન્ટ ગુજરાત : દેશી-વિદેશી 51,000થી વધુ ડેલિગેટસ ભાગ લેશે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 7 જાન્યુઆરી: વાઇબ્રન્ટ ગુજરાતમાં ભાગ લેવા માટે 105થી વધુ દેશોમાંથી વધુને વધુ ડેલિગેટસ દ્રારા રજીસ્ટ્રેશન થઇ રહ્યું હોવાથી ગુજરાતમાં ઘણા બધા દેશોના આ વખતે ડીપ્લોમેટસ, ઉદ્યોગપતિ, શિક્ષણવિદો અને વિચારકો ભાગ લઇ ઇનોવેશન, યુવા અને કૌશલ્ય વિકાસ, નોલેજ શેરીંગ અને નેટવર્કિંગ જેવા વિષયો પર ચર્ચા-વિચારણા કરીને એક નવું સિમાચિહ્ન સ્થાપશે.

આ વર્ષની સમીટમાં 105 દેશોના 1800થી વધુ ડેલિગેટસ હાજરી આપશે. અગાઉની વાઇબ્રન્ટ ગુજરાત સમીટમાં 101 દેશોના 1400 જેટલા ડેલિગેટસોએ ભાગ લીધો હતો. ભારતના વિવિધ 22 રાજ્યોમાંથી અંદાજે 50 હજાર જેટલા ડેલિગેટસ સમીટમાં હાજરી આપશે. કેનેડા, જાપાન, અમેરિકા, બ્રિટન, યુએઇના સિનિયર બિઝનેસ લીડર્સ અને ડીપ્લોમેટસનો સમાવેશ કરવામાં આવતાં મોટાં ડેલીગેશન્સ વાયબ્રન્ટ ગુજરાતમાં અલગ તરી આવશે.

મોટી સંખ્યામાં પ્રતિનિધિત્વ ધરાવતા કેટલાક દેશોમાં સ્વિડન, ફીનલેન્ડ, ઇટાલી, સીંગાપુર, ચીન, તાઇવાન, બેલ્જીયમ, ડેનમાર્ક, નેધરલેન્ડ, ઇઝરાયેલ, પોલેન્ડ, રશિયા, મોરોક્કો, નાઇઝેરિયા, અલ્જીરીયા, સોમાલિયા, થાઇલેન્ડ અને યુનાનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

maheshwar-sahu

વાઇબ્રન્ટ ગુજરાત સમીટમાં હાજરી આપનારા દેશ-વિદેશના ડેલિગેટસ અંગે માહિતી આપતાં ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના અગ્ર સચિવ મહેશ્વર સાહૂએ જણાવ્યું હતું કે ''વાઇબ્રન્ટ ગુજરાત સમીટને ભારત સહિત વિદેશના ડેલિગેટસનો ભારે પ્રતિસાદ સાંપડી રહ્યો છે. તે જોતાં અમે તેમને સમીટના કેન્દ્રવર્તી વિષયો અંગે અર્થપૂર્ણ સંવાદમાં ભાગ લેવ માટે પ્લેટફોર્મ પુરૂ પાડવાનો, તેમને જ્ઞાનનું પરસ્પર આદન પ્રદાન કરવાનો તેમજ પોતાના વિકાસ માટે જ નહી પણ રાજ્ય, દેશ અને વિશ્વના વિકાસ માટે વ્યુહાત્મક ભાગીદારી સ્થાપવાનો આત્મવિશ્વાસ ધરાવીએ છીએ.''

જે તે સેક્ટરમાં નિપુણતા ધરાવતા દેશો સાથે પાર્ટનરશિપ માટે વિવિધ પ્રકારની ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. દાખલા તરીકે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન એકેડેમિક ઇન્સ્ટિટ્યુશન્સ (ICAI) દ્રારા ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એજ્યુકેશન, બ્રિટીશ કાઉન્સિલ અને વર્લ્ડ બેંક સાથે સહયોગ સાધ્યો છે. ગ્રીન અને કાર્યક્ષમ વોટર મેનેજમેન્ટ માટે રોયલ ડેનિશ એમ્બસી સાથે તથા પર્યાવરણના સાતત્ય માટેના ટેક્નોલોજી સોલ્યુશન્સ માટે ગર્વમેન્ટ ઓફ વિક્ટોરિયા, ઓસ્ટ્રેલિયા સાથે, ગ્રીન ઇનોવેશન્સ માટે ભારત સરકારના આયોજન પંચ, એશિયન ડેવલપમેન્ટ બેંક, ઇન્ટરનેશનલ કોર્પોરેશન સાથે, ભારતમં સ્માર્ટ સુસંકલીત સાતત્યપૂર્ણ નગર વિકાસ માટે જાપાનનો સહયોગ લેવાશે.

English summary
105 Countries More than 1800 delegates participated in Vibrant Gujarat Summit.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X