For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યની રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતામાં 105 ટકાનો વધારો: ભુપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઊર્જાને માનવજીવનની જરૂરિયાત અને જીવનનો હિસ્સો ગણાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે ઊર્જાના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે નવિન ઊર્જાસ્ત્રોત અને રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ હવેના સમયની માંગ છે. પીએમ મોદીએ ભારતને

|
Google Oneindia Gujarati News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઊર્જાને માનવજીવનની જરૂરિયાત અને જીવનનો હિસ્સો ગણાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે ઊર્જાના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે નવિન ઊર્જાસ્ત્રોત અને રિન્યુએબલ એનર્જીનો ઉપયોગ હવેના સમયની માંગ છે. પીએમ મોદીએ ભારતને પાંચ ટ્રિલીયન ડોલર ઇકોનોમી બનાવવાનું જે સપનું જોયુ છે તેમાં આ રિન્યુએબલ એનર્જી સેક્ટરનું પણ ઘણું મહત્વ છે.

Bhupendra Patel

ભૂપેન્દ્ર પટેલે ઉજવલ ભારત ઉજવલ ભવિષ્ય પાવર@2047 અંતર્ગત આયોજિત વીજળી મહોત્સવ અવસરે સંબોધન કરી રહ્યા હતા. પીએમ મોદીએ નવી દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઇને આ અવસરે રિવેમ્પડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ તથા નેશનલ સોલાર રૂફટોપ પોર્ટલના લોન્ચીંગ કર્યા હતા. પીએમએ આ અવસરે ગુજરાતના કવાસ ખાતે ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ સહિત દેશના વિવિધ રાજ્યોના ઊર્જા પ્રકલ્પોના ઇ-ખાતમૂર્હત કર્યા હતા.

કેન્દ્ર સરકારની મિનીસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાને દેશના વિવિધ રાજ્યોના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલ અને ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઇએ આ વેળાએ પંડિત દિનદયાળ એનર્જી યુનિવર્સિટીમાં આયોજિત વીજળી ઉત્સવમાં સહભાગી થઇને રૂફટોપ તથા સોલાર પ્લાન્ટના ગુજરાતના લાભાર્થીઓને તથા ઝૂંપડપટ્ટી વીજળીકરણ અન્વયે વિનામૂલ્યે વીજકનેક્શન મેળવનારા લાભાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કર્યા હતા.

ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ કે, રાજ્ય સરકાર રિન્યુએબલ એનર્જીને હંમેશા પ્રોત્સાહન આપતી આવેલી છે. ચારણકા સોલાર પાર્ક અને સોલાર રૂફટોપ જેવા પ્રોજેક્ટથી ગુજરાત રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં દેશનું દિશાદર્શક રાજ્ય બન્યુ છે. પાછલા બે દાયકાઓમાં રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપવાની દિશામાં સરકારે સોલાર પોલિસી, વિન્ડ એનર્જી પોલિસી, સ્મોલ હાઇડ્રો પોલિસી તથા હાઇબ્રીડ એનર્જી પોલિસી જેવી અનેક પોલિસીઓનો સફળ અમલ કર્યો છે. આના પરિણામે રિન્યુએબલ ઊર્જાની કુલ સ્થાપિત ક્ષમતામાં 105 ટકાનો વધારો થયો છે. 2001માં આ ક્ષમતા ૧૬પ મેગાવોટ હતી તે 2022માં 17,300એ પહોચી છે.

વડાપ્રધાનના માર્ગદર્શનમાં કચ્છમાં 30 હજાર મેગાવોટ ક્ષમતાનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક વિકસાવવામાં આવી રહ્યો છે. રાજ્યમાં લોકોને વીજળીના ઉપયોગ અને ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવા સોલાર રૂફટોપ યોજનાને ખૂબ પ્રોત્સાહન આપવામાં આવે છે. સમગ્ર ગુજરાતમાં 2 લાખ 96 હજાર 750 થી વધુ વીજગ્રાહકોએ સોલાર સિસ્ટમ સ્થાપિત કરીને રૂ. 1922 કરોડથી વધુની સબસિડી મેળવી છે.

ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં રિન્યુએબલ એનર્જીની ક્ષમતા 2025માં 41 ગીગાવોટ તથા 2030માં 66 ગીગાવોટ સુધી પહોચાડી ગ્રીન-કલીન એનર્જી ઉત્પાદન માટેની નેમ દર્શાવી હતી. તેમણે કહ્યું કે, ગ્રીન-કલીન એનર્જી ઉત્પાદન દ્વારા કાર્બન ઇમીશનનો પ્રધાનમંત્રીનો નિર્ધાર પાર પાડવા ગુજરાત તત્પર છે.

ઊર્જા મંત્રી કનુભાઇ દેસાઇએ આ પ્રસંગે જણાવ્યું કે, કોઈ પણ રાજ્ય કે પ્રાંતના સર્વાંગી વિકાસ માટે વીજળી-પાણીની ભૂમિકા મહત્વની છે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકે શાસનધુરા સંભાળી ત્યારથી વીજળી-પાણી ક્ષેત્રના વિવિધ કામોને પ્રાધાન્ય આપ્યું હતું. જેની ફળશ્રુતિ રૂપે આજે રાજ્યના 18 હજાર ગામડાઓમાં 24 કલાક વીજળી પૂરી પાડવામાં આવે છે.

ઊર્જા મંત્રીએ જણાવ્યું હતું કે, આજે ગુજરાત રાજ્યમાં પવન-સોલાર ઊર્જા થકી 5 હજાર મેગાવોટ જેટલી ઊર્જાનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં રાજ્યમાં અપાતી ગુણવત્તાયુક્ત વીજ પુરવઠાએ મહત્વની ભૂમિકા અદા કરી છે. આ વર્ષે ગુજરાતમાં થયેલ સારા વરસાદમાં ગ્રામ્યકક્ષાએ વીજ પુરવઠો ખોરવાવાની ઘટના નહીંવત બની છે, તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.

ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્ર સચિવ મમતા વર્માએ સ્વાગત પ્રવચન કરતાં કહ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે ઉજવલ ભારત, ઉજવલ ભવિષ્ય પાવર@2047 હેઠળ છેલ્લા સપ્તાહમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં 71 જેટલા વીજળી મહોત્સવ કાર્યક્રમ યોજાયા હતા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સમાપન સમારોહ યોજાયો છે.

મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતની ચાર વીજ કંપનીઓને રાષ્ટ્રીયકક્ષાએ પ્રથમ ચાર રેન્કિંગ અપાયું છે. સોલાર રૂફટોપમાં પણ ગુજરાત અગ્રેસર છે. વીજ કટોકટીમાં પણ ગુજરાતમાં સતત વીજળી આપણે ઉપલબ્ધ કરાવી છે તેની વિગતો તેમણે આપી હતી.

આ પ્રસંગે વડાપ્રધાને ગુજરાતમાં અમદાવાદના અસલાલીના સોલર રુફટોપના લાભાર્થી ધીરેનભાઈ પટેલ સાથે વિડીઓ સંવાદ કરતા લાભાર્થીએ જણાવ્યું હતું કે ચાર કિલોવોટના સોલર રૂફટોપ થકી આજે તેઓને પોતાના ઘર વપરાશ માટે વીજળી વિનામૂલ્યે પડે છે એટલું જ નહીં પણ વધારાની વીજળી વીજ કંપનીઓની વેચીને તેમાંથી કમાણી પણ કરે છે. સરકારની યોગ્ય નીતિઓના પરિણામે ભારતનો નાગરિક આજે વીજ વપરાશકર્તાની સાથે વીજ વેચાણકર્તા બન્યો છે.

વીજળી મહોત્સવના રાજ્યકક્ષાના સમાપન સમારંભમાં ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેષભાઈ મકવાણા, ધારાસભ્ય શંભુજી ઠાકોર, જિલ્લા પંચાયત પ્રમુખ દિલીપભાઈ પટેલ, યુજીવીસીએલના એમ.ડી. જયપ્રકાશ શિવહરે, ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનર ડો. ધવલ પટેલ, પાવર ફાયનાન્સ કોર્પોરેશનના ચેરમેન-એમ.ડી. રવિન્દ્રસિંઘ ઢિલ્લો, PDEUના ડી.જી. મનોહરન સહિત ઊર્જા વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

English summary
105 percent increase in renewable energy installed capacity of the state: Bhupendra Patel
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X