ગુજરાતના 116 દલિતોએ CMને કર્યો સવાલ- સાહેબ જીવવા દેશો કે મરવા માટે છોડી દેશો?

ગુજરાતના 116 દલિતોએ CMને કર્યો સવાલ- સાહેબ જીવવા દેશો કે મરવા માટે છોડી દેશો?

કચ્છઃ ગુજરાતમાં દલિતો પર અત્યાચારની ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે. હાલમાં જ બોટાદ શહેરમાં દલિત ઉપસરપંચ મનજી સોલંકીની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. એવામાં વાગડના નામથી ઓળખાતા રાપર-ભચાઉના ભૂમિહીન દલિત ખેડૂતોના મુદ્દા સામે આવ્યા છે. અહીંના દલિત ખેડૂતોને સરકાર દ્વારા આપવામાં આવેલ જમીન પર અન્ય ઉચ્ચ સમુદાયના કેટલાક ગુંડાઓએ વર્ષોથી કબ્જો કરી લીધો છે. જેને પગલે તેમણે સીએમ વિજય રૂપાણીને સવાલ કર્યો છે કે, સાહેબ જીવવા દેશો કે આ ગુંડાઓના હાથે મરવા માટે છોડી દેશો.

dalits

દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ પણ આ વિશે રાજ્યપાલ સમક્ષ ન્યાયની માંગણી કરી છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે 35 વર્ષ પહેલા 1984માં રાજ્ય સરકારે રાપરના 698 દલિત ખેડૂતો અને સંસ્થાનોને 3 હજાર એકર જમીન ખેતી માટે આપી હતી. પરંતુ કેટલાય વર્ષોથી ઉચ્ચ સમુદાયના ગુંડાઓએ આ જમીન પર કબ્જો કરી લીધો છે. જેને પગલે ગરીબ દલિત અહીં ખેતી કરવા વિશે પણ નથી વિચારી શકતો. આવા જ હાલાત ભચાઉમાં પણ છે, અહીં સરકાર દ્વારા આપવામાં આવેલ 4480 એકર જમીનમાંથી 25 ટકા જમીન જ દલિતો પાસે છે. મેવાણીએ વાગડના 116 દલિતોની ફરિયાદ નોંધાવી તેમને સુરક્ષા આપવાની માંગણીની સાથે આંદોલનની ચેતવણી પણ આપી છે.

letter

રાપર તાલુકો અનુસૂચિત જાતિ સમુદાયિક કિસાન મંડળીના પ્રમુખ રામજી ભદરૂ મુજબ પાછલા વર્ષે મેવાણી દ્વારા સામખિયાળી હાઈવે જામ કરવાની ચેતવણી અપાયા બાદ પ્રશાસન હરકતમાં આવ્યું અને દલિતોને જમીનનો કબ્જો અપાવી સુરક્ષા આપવાના કરવામાં પણ આવ્યા. જો કે બાદમાં મામલો ઠંડો પડી ગયો. ખેતરેથી પરત ફરતી વખતે મારા બે ભાઈઓની સંદિગ્ધ રીતે થયેલ મૃત્યુ બાદ અમે ભયના છાયાંમાં જીવી રહ્યા છીએ. એવામાં વાગડના દલિતોને જલદી જ ન્યાય મળવો જરૂરી છે. આ મામલાને લઈ કલેક્ટર અને ગૃહ મંત્રીનો સંપર્ક કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો, પરંતુ હજુ સુધી તેમની સાથે કોઈ વાત નથી થઈ શકી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X