વડોદરામાં રાતના અંધારામાં જ્યારે દેખાયો 12 ફૂટ લાંબો મગર

Subscribe to Oneindia News

વડોદરા જિલ્લાના પાદરામાં રેલ્વે સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે મગર ધસી આવ્યો હતો જેના કારણે આ વિસ્તારમાં અફડાતફડીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે તે પછી જીવદયા પ્રેમીઓ દ્વારા રેક્સ્યૂ ઓપરેશન કરવામાં આવ્યું હતું. અને લોકો અને મગર બન્નેનો એક રીતે બચાવ કરવામાં આવ્યો હતો. 2 કલાકની લાંબી ભાગદોડ પછી આ મગર પકડવામાં સફળતા મળી હતી. જે બાદ તેને વન વિભાગ ને સોંપવામાં આવ્યો હતો. પણ તે પહેલા મોટી સંખ્યામાં લોકો આ મગરને જોવા માટે ઊમટી પડ્યા હતા.

crocodile

નોંધનીય છે કે વડોદરામાં અવાર નવાર મગર રહેણાંક વિસ્તારોમાં આવી ચડે છે. સામાન્ય રીતે આવી ધટનામાં નાના કદના મગર જ જોવા મળતા હોય છે. જો કે આ મગર 12 ફૂટ લાંબા અને સશક્ત હતો. જેને કારણે મોટી સંખ્યામાં લોકો તેને જોવા અને તેની સાથે ફોટો પડાવવા ઊમટી પડ્યા હતા. નોંધનીય છે કે સ્થાનિકોનું કહેવું હતું કે લાંબા સમયથી આ મગર આ વિસ્તારમાં પોતાનો આતંક ફેલાવી રહ્યો હતો. અને તેના કારણે લોકો ભયના ઓથાર નીચે રહેતા હતા. જો કે મગરના પકડાઇ જવાના કારણે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

baroda
English summary
12 foot long crocodile captured in Vadodara. Read here more.
Please Wait while comments are loading...