ધોળકા બગોદરા હાઇ વે પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં 14ના કરૂણ મોત

Posted By:
Subscribe to Oneindia News
accident

રાજકોટ પાસે આવેલા ધોળકા-બગોદરા હાઈવે પર શુક્રવારે મોડી રાત્રે આશરે સાડા અગિયાર વાગ્યાની આસપાસ ટ્રક અને પીકઅપ વાન વચ્ચે ભીષણ અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે તેમાં ઘટના સ્થળે જ 14 લોકોના મોત થયા હતા. અને અકસ્માતનો બોગ બનેલા લોકોની ચિચિયારીઓ અને મરણચીસો હાઇ વે પર સંભળાઈ હતી.

accident

મોરબીથી આંધ્રપ્રદેશ જઈ રહેલા ટ્રકે મોડી રાત્રે ધોળકા પાસે અકસ્માત સર્જ્યો હતો. જો કે અકસ્માત સર્જાયા બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો છે. તમામ મુસાફરો એક જ ગામના હોવાની ઘટનાને પગલે મૃતકોના પરિવાર સહિત આખા ગામમાં શોકનું મોજું ફેલાઈ ગયું છે.

accident

મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ પણ થાય છે જ્યારે 3 વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. જેને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. કરૂણ ઘટનાની જાણ થતા જ રાજ્યના મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

accident

નોંધનીય છે કે અકસ્માતમાં મરનાર તમામ લોકો રાજકોટની બાજુમાં આવેલા સોખડા ગામના હતા. અને તે લોકો પાવાગઢ દર્શન માટે જઈ રહેલા હતા. ગામના 5 પરિવારના લોકોની એક સાથે જ મોત થતા સોખાડા ગામમાં શોકનું વાતાવરણ થઇ ગયું છે.

English summary
14 people dead an accident on bagodara highway near rajkot
Please Wait while comments are loading...