14 કિલો સોનાની લૂંટમાં, ભાઇ બહેનને માંએ આપી એક્સપર્ટ ટિપ્સ

Posted By:
Subscribe to Oneindia News

ફિલ્મોમાં અનેક વાર તેવું જોવા મળે છે કે હિરો હિરોઇનના ગુનાહિત કાર્યોમાં તેમના મા-બાપનો પણ હાથ હોય છે. ત્યારે આવું જ કંઇક અમદાવાદમાં થયેલી 14 કિલો સોનાની લૂંટમાં પણ બહાર આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. પોલિસ પાસેથી હાલ જે પ્રાથમિક તપાસમાં ચોંકવનારી વિગતો આવી છે તેમાં ક્રાઇમબ્રાંચે ભાઇ-બહેનની જોડી સાથે જ માતા-પિતાની સંડોવણીની વાત પણ જણાવી છે. જે પર હાલ તપાસ ચાલુ છે. પણ જે વિગતો બહાર આવી છે તે પરથી પરિવાર આખો જ આ ચોરીમાં જોડાયો હતો તેવું સુત્રોના આધારે જાણવા મળ્યું છે.

ત્યારે અમદાવાદમાં 14 કિલોની સોનાની લૂંટના કિસ્સામાં હજી સુધી કેવી કેવી ચોકવનારી વિગતો પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવી છે જાણો અહીં...

ભાઇ બહેન પછી માં પણ?

ભાઇ બહેન પછી માં પણ?

અમદાવાદમાં SIS કેશ સર્વિસમાં કરવામાં આવેલી 14 કિલો સોનાની નોટમાં રવિવારે ક્રાઇમ બ્રાન્ચે ભાઇ બહેનની ટોળકીની સ્પષ્ટતા કરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે ડ્રાઇવ ઇન રોડ પર ઇન્દ્રપ્રસ્થ ટાવરમા રહેતા આ ભાઈ બહેનને હુક્કાબારમાં થયેલ દેવું ચૂકવવા માટે આ લૂંટ કરી હતી.

માતાની એક્સપર્ટ વોટ્અપ સલાહ

માતાની એક્સપર્ટ વોટ્અપ સલાહ

એટલું જ નહીં આ લૂંટારું ભાઇ બહેનને માતાએ વોટ્સઅપ પર એક્સપર્ટ સલાહ પણ આપી હતી. કે હાથ પર પાવડર લગાવી દેજો જેથી ફિંગર પ્રિન્ટની છાપ ન પડે. પોલીસને હાલ આ વોટ્સઅપના અંશો મળ્યા છે જે પરથી તેમણે આગળ તપાસ હાથ ઘરી છે

ફોનમાં મળી આવ્યા સોનાના ફોટા

ફોનમાં મળી આવ્યા સોનાના ફોટા

એટલું નહીં પોલીસને આ બન્ને ભાઇ બહેનના મોબાઇલ ફોનમાંથી સોનાની ચોરી કર્યા બાદ સોનાના બિસ્કીટના ફોટો પણ મળી આવ્યા છે. જે તે વાતના પુરાવા તરીકે રજૂ થઇ શકે છે કે આ ચોરી આ ભાઇ બહેનની ટોળકીએ જ કરી છે.

લૂંટારો પરિવાર?

લૂંટારો પરિવાર?

વોટ્સઅપ પરથી પોલીસને અંશો પ્રાથમિક તપાસમાં મળ્યા છે તે પરથી લાગે છે કે ભાઇ બહેનની આ લૂંટ વિષે તેમના માતા-પિતાને પણ ખબર હતી. નોંધનીય છે કે બહેનના ડાયવોર્સ થઇ ચૂક્યા છે. તો પિતા દરિયાપુરમાં વાહન લે-વેચનું કામ કરે છે.

હાઇ પ્રોફાઇલ લાઇફ

હાઇ પ્રોફાઇલ લાઇફ

નોંધનીય છે કે આ બન્ને ભાઇ બહેનના વોટ્સઅપ એકાઉન્ટ પરથી તેમની વૈભવી લાઇફ સ્ટાઇલ સ્પષ્ટ રૂપે જોવા મળે છે. ત્યારે હાલ તો આ અંગે પોલિસ તપાસ ચાલી રહી છે. પણ શરૂઆતી તપાસને જોતા આ લૂંટ આ ભાઇ બહેનની ટોળકીએ જ કરી હોય તેવી લાગી રહ્યું છે.

English summary
Ahmedabad 14kg gold loot: according to police its seems, whole family is involved in this loot.
Please Wait while comments are loading...