For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાટણ અને બનાસકાંઠાના 15 ગામોનું પુનર્વસન કરવામાં આવશે

બનાસકાંઠામાં ચાલુ વર્ષ આવેલા પૂરના કારણે ઘણા ગામડાઓની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. આ માટે રાજ્ય સરકારે તેનુ પુનર્વસન કરવામાં આવશે તેવું જણાવ્યું. આ અંગે વધુ વાંચો અહીં..

By Oneindia
|
Google Oneindia Gujarati News

રાજ્યમાં બનાસકાંઠા અને પાટણમાં પૂરના પાણી ભરાવાથી ગામડાઓમાં નુકસાન થાયુ છે તો તેવા બનાસકાંઠા અને પાટણના 15 ગામોનું પુનર્વસન કરવામાં આવશે. ગુજરાતમાં ઓગસ્ટમાં પડેલા ભારે વરસાદને કારણે બનાસકાંઠા અને પાટણમાં પૂરના પાણીને કારણે તારાજી સર્જાઈ હતી. જેના લીધે લાખો રૂપિયાનું જાનમાલનું નુકશાન થયું હતું. આવી જ પરિસ્થિતિનું નિર્માણ 2015માં પણ થયું હતું. એટલે આવા 15 ગામોની પસંદગી કરીને તેનું પુનર્વસન કરવામાં આવશે. જેના માટે સરકારે સેદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. બુધવારે મળેલી કેબિનેટ બેઠકમાં બનાસકાંઠા અને પાટણમાં પૂરના લીધે થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવી હતી. ત્યાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

banaskantha

આ માટે સમિતિની રચના કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતમાં રાજ્ય કક્ષાની સમિતિ રચાઈ છે જેમાં નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ અને મહેસુલ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, મુખ્ય સચિવનો સમાવેશ થાય છે. તેમજ જિલ્લા કક્ષાની સમિતિમાં રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી પાટણ અને શ્રમ અને રોજગાર મંત્રીના અધ્યક્ષ સ્થાને રચાઈ છે. જિલ્લા કક્ષાની સમિતિ ગામોમાં જઈને લોકો સાથે સંપર્ક કરીને તેમને માનાવાનો પ્રયત્ન કરશે અને 75 જેટલા ગામના લોકો રાજી થશે તો નવા ગામની રચના કરવમાં આવશે. નવા ગામ માટેની પસંદગી ગામ લોકો જ કરશે. આ સમગ્ર પ્રક્રિયા બાદ રાજ્ય કક્ષાની સમિતિ નિર્ણય લેશે. જેમાં કેન્દ્ર રાજ્ય સરકાર અને સ્વૈચ્છિક સંસ્થાનો પણ સહયોગ લેવામાં આવશે.

English summary
15 villages of Patan and Banaskantha will be rehabilitated.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X