વાપીમાં નાણામંત્રીના હસ્તે 156 કરોડના વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાપર્ણ
વાપીમાં નાણામંત્રીના હસ્તે 156 કરોડના વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાપર્ણ
વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્લાના વાપી ખાતે પાલિકા હદમાં આવતા વિવિધ વિસ્તારોમાં રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈના હસ્તે 11838.95 લાખના 5 વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત, 241.50 લાખના 3 કામોનું લોકાર્પણ અને ડુંગરામાં 3576.36 લાખના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

મંત્રી કનુ દેસાઈના હસ્તે સ્વર્ણિમ જંયતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વાપી શહેરના વિવિધ વિસ્તારોમાં 3158.22 લાખના ખર્ચે વરસાદી પાણીના નિકાલ માટે ગટર બનાવવાનું કામ, બલીઠા પાસે વલસાડી ઝાપા રોડ પર રેલવે વિભાગના અંડરપાસ બનાવવાનું કામ, 50 કરોડના ખર્ચે જે ટાઈપ રીંગરોડને જોડતા રેલવે ઓવરબ્રિજ બનાવવાનું કામ, છરવાડા રોડ અને ટુકવાડા ખાતે રૂ. 1491 લાખના ખર્ચે હાઈવે અંડરપાસ બનાવવાનું કામ અને 15માં નાણાપંચ 2020-21ની ટાઈડ ગ્રાન્ટના બીજા હપ્તામાંથી રૂ. 218.23 લાખના ખર્ચે વાપી પાલિકા વિસ્તારમાં ફિલ્ટર પ્લાન્ટને રીહેબીલીટેશન અને રેટ્રોફીટીંગ તથા કન્વેન્શન રેપીડ સેન્ડ કરવાના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું.
રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ સરકાર દ્વારા રૂ. 100 લાખના ખર્ચે ફાળવામાં આવેલા ફાયર વોટર બ્રાઉઝર, વાપી પાલિકા વિસ્તારમાં રૂ. 126.80 લાખના ખર્ચે તૈયાર થયેલી અદ્યતન ફિશ માર્કેટ અને ફિશ માર્કેટ પાસે હેમ એપાર્ટમેન્ટની બાજુમાં આવેલા ખરાબાની જગ્યામાં રૂ. 14.70 લાખના ખર્ચે બનાવાયેલા ડિલક્ષ પે એન્ડ યુઝ ટોયલેટનું લોકાર્પણ મંત્રી કનુ દેસાઇના હસ્તે કરવામાં આવ્યું હતું.
વાપીના ડુંગરા ખાતે રૂ.3576.36 લાખના ખર્ચે બનનારા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામનું ભૂમિપૂજન મંત્રી કનુ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું. આમ, કુલ 156.81 કરોડના વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ અને ભૂમિપૂજન મંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ






Click it and Unblock the Notifications
