For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદવાદઃ સાબરમતી જેલમાં 14 કેદીઓએ ખોદી 18 ફૂટની સુરંગ

|
Google Oneindia Gujarati News

sabarmati-central-jail
અમદાવાદ, 11 ફેબ્રુઆરીઃ અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતેના બેરેક નંબર ચાર પાસે 18 ફૂટ લાંબી એક સુરંગ 14 કેદીઓ દ્વારા ખોદવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ વાતની જણ થતાં જ પોલિસ કર્મીઓ અને જેલના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને પૂછપરછ હાથ ધરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ કેદીઓ ઇન્ડિયન મુઝાહિદ્દિનના છે.

મળતી માહિતી અનુસાર, જેલના આજી સ્ક્વોડ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, તે દરમિયાન તેમને માટી જોવા મળી હતી. જે દિશામાં તપાસ હાથ ધરતા માલુમ પડ્યું હતું કે જેલમાં સુરંગ ખોદવામાં આવી રહી છે. આ સુરંગ થકી તેઓ ગટરના રસ્તે ભાગીને સિવિલ લાઇન સુધી ખોદવાની યોજના હતી પરંતુ કેદીઓ પોતાના મનસુબા પર સફળ થાય તે પહેલાં જ જેલ સત્તાધિશોને તેની જાણ થઇ ગઇ હતી.

કેદીઓ દ્વારાલ છ મહિનાથી 18 ફૂટની આ સુરંગ ખોદવામાં આવી હતી. માહિતી અનુસાર અમદાવાદ શ્રેણી બદ્ધ વિસ્ફોટ અને અક્ષરધામના આરોપી જે બેરેકમાં છે, તેની પાછળ બાથરૂમની નજીક આ સુરંગ ખોદવામાં આવી છે. જે છોટા ચક્કરની બાજુમાં છે.

જેલ સત્તાધિશોનું કહેવું છે કે, પગમાં માટી આવતા પેટ્રોલિંગ કરતા માલુમ પડ્યું હતું, માટી વાળી જમીન હોવાના કારણે તેમણે અહીં સુરંગ ખોદવાનું વિચાર્યું હશે. કેદીઓને દરરોજ ત્રણ કલાકનો સમય મળતો હતો, જેમાં તેઓ આ સુરંગ ખોદવાનું કામ કરતા હતા, તેમની પાસેથી કોઇ ઓજાર મળ્યા નથી પરંતુ તેઓ ખાવાની ડીસનો ઉપયોગ આ સુરંગ ખોદવા માટે કરતા હતા, જો કે, કોઇ અઘટિત ઘટના ઘટે પહેલાં જ જાણ થઇ ગઇ હતી. ક્રાઇમ બ્રાન્ચ, એટીએસ સહિતની પોલીસ એજન્સીઓના અધિકારીઓ ઘટના સ્થળે છે અને તપાસ ચલાવી રહ્યાં છે.

English summary
Authorities have discovered an 18-feet long tunnel inside the Sabarmati Central Jail in Ahmedabad where 14 of Ahmedabad serial blast accused are presently lodged. 
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X