1961 to 2014: નર્મદા ડેમ સાથે જોડાયેલા રોચક તથ્યો
ગુજરાત રાજ્ય માટે આજે મહત્વનો નિર્ણય નર્મદા ડેમને લઇને કરવામાં આવ્યો છે. છેલ્લા આઠ વર્ષથી લંબિત ગુજરાત સરકારની સૌથી મોટી મહત્વકાંક્ષી યોજના પર આખરે મંજૂરીની મહોર લાગી છે. દિલ્હી ખાતે મળેલી નર્મદા કંટ્રોલ ઓથોરિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છેકે સરદાર સરોવર ડેમની ઉંચાઇ વધારવામાં આવે અને ડેમ પર દરવાજા મુકવામાં આવે.
દિલ્હી ખાતે નર્મદા કંટ્રોલ ઓથોરિટીને બેઠક દરમિયાન ડેમ પર દરવાજા મુકવાની અને ડેમની ઉંચાઇ વધારવાની રાજ્ય સરકારની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. સરદાર સરોવર ડેમએ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના લોકોની જીવાદોરી સમાન છે અને આ ડેમની ઉંચાઇ વધવાથી તથા દરવાજા લાગવાથી ગુજરાતને ઘણો ફાયદો થઇ શકે તેમ છે. બેઠક દરમિયાન લેવાયેલા આ નિર્ણય અંગે નવનિયુક્ત મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જાહેરાત કરી છે. ત્યારે ચાલો આ નર્મદા ડેમ અને તેની ઉંચાઇ સાથે જોડાયેલા કેટલાક તથ્યો પર નજર ફરેવીએ.

4 એપ્રીલ 1961
દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તત્કાલિન ભરૂચ જિલ્લાના કેવડિયામાં લોહ પુરુષ સરદાર પટેલની પરિકલ્પના નર્મદા ડેમની આધારશિલા રાખી.

માર્ચ 1994
નર્મદા બચાવો આંદોલન ડેમ નિર્માણ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરવામાં આવી.

5 મે 1995
સુપ્રીમ કોર્ટે ડેમ નિર્માણ કાર્ય પર રોક લગાવી દીધી. ત્યારે ડેમની ઉંચાઇ 80.3 મીટર સુધી પહોંચી હતી

18 ફેબ્રુઆરી 1999
સુપ્રીમ કોર્ટે ડેમની ઉંચાઇ 3 મીટર હમ્પ સાથે 85 મીટર સુધી લઇ જવાની અનુમતિ આપી.

11 ઓક્ટોબર 2000
સુપ્રીમ કોર્ટે સિંચાઇ બાઇપાસ ટનલને કન્સ્ટ્રક્શનની અનુમતિ આપી.

18 ઓક્ટોબર 2000
નર્મદા પરિયોજના માટે દિવસ સૌથી મહત્વપૂર્ણ અને ગુજરાતની દ્રષ્ટિએ સૌથી શુભ દિવસ હતો, સુપ્રીમ કોર્ટે એનબીએન યાચિકા પર અંતિમ નિર્ણય સંભળાવ્યો. સુપ્રીમ કોર્ટે આ નિર્ણયમાં માત્ર ડેમની ઉંચાઇ 90 મીટર સુધી લાવવાની મંજૂરી જ ન આપી, પરંતુ આખો મામલો નર્મદા નિયંત્રણ પ્રાધિકરણ(એનસીએ)ને સુપર્દ કરી દીધો. કોર્ટે ડેમની ઉંચાઇ સાથે જોડાયેલા તમામ નિર્ણય એનસીએને સોંપી દીધા. આદેશમાં કહ્યું કે, એનસીએ ડેમ પ્રભાવિત થયેલા લોકોના પુનર્વાસ કાર્યની સમય-સમય પર સમીક્ષા કરીને ઉંચાઇ વધારવા અનુમતિ આપશે. 90 મીટર ઉંચાઇનું કામ 31 ડિસેમ્બર 2000 સુધીમાં પૂર્ણ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો.

4 ડિસેમ્બર 2000
નર્મદા ડેમાં પીવાની પાણીની આપૂર્તિ શરૂ થઇ.

10 ફેબ્રુઆરી 2001
આઇબીપીટીથી પેયજલ આપૂર્તિ શરૂ થઇ

17 મે 2002
એનસીએએ નવી દિલ્હીમાં આયોજિત પોતાની 61મી બેઠકમાં ડેમની ઉંચાઇ 3 મીટર હમ્પ સહિત 95 મીટર સુધી વધારવાની મંજૂરી આપી. આ કાર્ય 15 જુલાઇ 2002 સુધીમાં પૂરુ કરવા કહેવામાં આવ્યું.

20 ઑગસ્ટ 2002
નર્મદા મુખ્ય નહેરમાં પાણી છોડવાના કામનું શુભારંભ.

13 મે 2003
એનસીએની બેઠક થઇ. બેઠકમાં પુનર્વાસ કાર્યો પર સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો અને ડેમની ઉંચાઇ 3 મીટર હમ્પ સહિત 5 મીટર વધારવાની મંજૂરી આપવામાં આવી. તેની સાથે જ સો મીટરની ઉંચાઇનું કાર્ય 65 દિવસમાં પૂર્ણ કરવાના આદેશ આપવામાં આવ્યા.

29 જાન્યુઆરી 2004
ડેમની ઉંચાઇ વધારવા અને પુનર્વાસ કાર્યોની સમીક્ષા માટે એનસીએ સમીક્ષા સમિતિની બેઠખ થઇ, જે મહારાષ્ટ્ર સરકારના પુનર્વાસ રિપોર્ટ રજૂ નહીં કરવાના કારણે કોઇ નિર્ણય વગર સમાપ્ત થઇ ગઇ.

12 ફેબ્રુઆરી 2004
એનસીએ સમીક્ષા સમિતિની બેઠક થઇ જેમાં મહારાષ્ટ્ર સરકારે રિપોર્ટ રજૂ કર્યો નહીં જેના કારણે નિર્ણય લેવાયો નહીં.

12 માર્ચ 2004
એનસીએ સમીક્ષા સમિતિની બેઠક કોઇ નિર્ણય વગર ટળી.

16 માર્ચ 2004
એનસીએ સમીક્ષા સમિતિએ ઉંચાઇ 110 મીટર કરવાની મંજૂરી આપી.

8 માર્ચ 2006
એનસીએ સમીક્ષા સમિતિએ ઉંચાઇ 121.92 મીટર કરવાની મંજૂરી આપી.

10 માર્ચ 2006
કેન્દ્રીય જલ સંસાધન મંત્રી સૈફુદ્દીન સોજે સંસદમાં કહ્યું કે સરદાર સરોવર ડેમથી પ્રભાવિત થનારાઓના પુનર્વાસનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે અને ત્યાર બાદ તેની ઉંચાઇ વધારવાને મંજૂરી આપવામાં આવશે. તેની ઉંચાઇ વધારવાને લઇને ભ્રમ પેદા થયો છે.

17 એપ્રિલ 2006
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સૈફુદ્દીન સોજના વલણ વિરુદ્ધ 51 કલાકનું ઉપવાસ આંદોલન કર્યું.સુપ્રિમ કોર્ટે આદેશ આપ્યો કે ડેમનું કામ રોકવામાં ના આવે.

12 જૂન 2014
દિલ્હી ખાતે મળેલી નર્મદા કંટ્રોલ ઓથોરિટીની બેઠકમાં નિર્ણય લેવાયો છેકે સરદાર સરોવર ડેમની ઉંચાઇ 17 મીટર વધારવામાં આવે અને ડેમ પર દરવાજા મુકવામાં આવે.
4 એપ્રીલ 1961
દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તત્કાલિન ભરૂચ જિલ્લાના કેવડિયામાં લોહ પુરુષ સરદાર પટેલની પરિકલ્પના નર્મદા ડેમની આધારશિલા રાખી.
માર્ચ 1994
નર્મદા બચાવો આંદોલન ડેમ નિર્માણ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં યાચિકા દાખલ કરવામાં આવી.
5 મે 1995
સુપ્રીમ કોર્ટે ડેમ નિર્માણ કાર્ય પર રોક લગાવી દીધી. ત્યારે ડેમની ઉંચાઇ 80.3 મીટર સુધી પહોંચી હતી.
18 ફેબ્રુઆરી 1999
સુપ્રીમ કોર્ટે ડેમની ઉંચાઇ 3 મીટર હમ્પ સાથે 85 મીટર સુધી લઇ જવાની અનુમતિ આપી.
11 ઓક્ટોબર 2000
સુપ્રીમ કોર્ટે સિંચાઇ બાઇપાસ ટનલને કન્સ્ટ્રક્શનની અનુમતિ આપી.
18 ઓક્ટોબર 2000
નર્મદા પરિયોજના માટે દિવસ સૌથી મહત્વપૂર્ણ અને ગુજરાતની દ્રષ્ટિએ સૌથી શુભ દિવસ હતો, સુપ્રીમ કોર્ટે એનબીએન યાચિકા પર અંતિમ નિર્ણય સંભળાવ્યો. સુપ્રીમ કોર્ટે આ નિર્ણયમાં માત્ર ડેમની ઉંચાઇ 90 મીટર સુધી લવવાની મંજૂરી જ ન આફી, પરંતુ આખો મામલો નર્મદા નિયંત્રણ પ્રાધિકરણ(એનસીએ)ને સુપર્દ કરી દીધો. કોર્ટે ડેમની ઉંચાઇ સાથે જોડાયેલા તમામ નિર્ણય એનસીએને સોંપી દીધા. આદેશમાં કહ્યું કે, એનસીએ ડેમ પ્રભાવિત થયેલા લોકોના પુનર્વાસ કાર્યની સમય-સમય પર સમીક્ષા કરીને ઉંચાઇ વધારવા અનુમતિ આપશે. 90 મીટર ઉંચાઇનું કામ 31 ડિસેમ્બર 2000 સુધીમાં પૂર્ણ કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો.
4 ડિસેમ્બર 2000
નર્મદા ડેમાં પીવાની પાણીની આપૂર્તિ શરૂ થઇ.
10 ફેબ્રુઆરી 2001
આઇબીપીટીથી પેયજલ આપૂર્તિ શરૂ થઇ.