For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાતને ર૧મી સદીમાં નોલેજ એન્ડ આઉટસોર્સીંગનું મોટું હબ બનાવાની દિશામાં મહત્વપૂર્ણ MoU

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ અને એનાલિટીકસ બિઝનેસ સોલ્યુશન્સ ઇન્ડીયા પ્રાયવેટ લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં MoU કરવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ અને એનાલિટીકસ બિઝનેસ સોલ્યુશન્સ ઇન્ડીયા પ્રાયવેટ લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં MoU કરવામાં આવ્યા છે.

JITU VAGAHANI

.આ MoU અન્વયે આગામી પાંચ વર્ષમાં રૂ. રપ૦ કરોડના સુચિત રોકાણ સાથે એનાલિટીકસ સોલ્યુશન્સ રાજ્યમાં ૧પ૦૦થી ર હજાર જેટલા યુવાઓને IT અને ITES સેક્ટરમાં કૌશલ્યવર્ધનથી રોજગાર અવસર ઉપલબ્ધ કરાવશે.

.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિવંત નેતૃત્વમાં રાજ્ય સરકારે તાજેતરમાં IT અને ITES પોલિસી ર૦રર-ર૭ જાહેર કરેલી છે. આ પોલિસીનો હેતુ રાજ્યમાં આ બેય ક્ષેત્રોમાં યુવાશક્તિના કૌશલ્યને નિખાર આપી રોજગારી તથા નાના મોટા MSME દ્વારા આત્મનિર્ભર બનાવવાનો છે.

એટલું જ નહિ, એકાઉન્ટીંગ એન્ડ ફાયનાન્સ, હેલ્થકેર, એવી એન્ડ ઇ.એસ.એસ, એચ.આર, ડેટા મેનેજમેન્ટ સર્વિસીસ જેવા ક્ષેત્રોમાં IT અને ITES નો મહત્તમ ઉપયોગ કરવામાં આપણે આ નવી પોલિસીમાં પ્રોત્સાહનો જાહેર થયેલા છે.

ગુજરાત સરકાર સાથે કરેલા આ MoU અંતર્ગત એનાલીટીકસ બિઝનેસ સોલ્યુશન્સ રાજ્યની અગ્રણી યુનિવર્સિટીઝ સાથે ટાઇ અપ કરીને ITES સેક્ટરમાં પ્રતિભાવાન યુવાઓ માટે વધુ રોજગાર સર્જન માટે કેરિયર કાઉન્સેલીંગ કરશે.

.આ MoU ર૧મી સદીમાં ગુજરાતે આઉટ સોર્સીંગ અને નોલેજનું મોટું હબ બનાવી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના નિર્માણની દિશામાં મહત્વપૂર્ણ બનશે
આ MoU પર રાજ્ય સરકારના સાયન્સ-ટેક્નોલોજી સચિવ વિજય નહેરા એ અને એનાલિટીકસ બિઝનેસ સોલ્યુશન્સ વતી કંન્ટ્રીહેડ અને પ્રેસિડેન્ટ રાજીવ ભાટિયાએ હસ્તાક્ષર કર્યા હતા

English summary
2 thousand jobs will be created in IT and ITES sector
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X