
ગુજરાતઃ 2002ના અક્ષરધામ મંદિર હુમલાના આરોપીની અમદાવાદમાં ધરપકડ
ગુજરાતના અક્ષરધામ મંદરિમાં 2002માં થયેલા આતંકી હુમલાના એક આરોપી મોહમ્મદ ફારુખ શેખની સોમવારે ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમે શેખને અમદાવાદ એરપોર્ટથી પકડ્યો છે. શેખ છેલ્લા 16 વર્ષોથી ફરાર હતો. કહેવામાં આવ્યુ છે કે હુમલા બાદ તે ફરાર થઈ ગયો હતો અને વિદેશમાં રહેતો હતો. સોમવારે તે પોતાના કોઈ સાથીને મળવા તે અમદાવાદ આવ્યો હતો. જેની સૂચના ક્રાઈમ બ્રાંચને મળી. સૂચના પર ક્રાઈમ બ્રાંચે શેખની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી લીધી.
આ પણ વાંચોઃ બાળકોની સ્કૂલ બેગના વજન અંગે મોદી સરકારે જાહેર કરી નવી માર્ગદર્શિકા
ગુજરાતના ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિરમાં સપ્ટેમ્બર 2002માં આતંકી હુમલો થયો હતો. હુમલામાં 32 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઘણા લોકો ઘાયલ થયા હતા. 24 સપ્ટેમ્બર 2002ના રોજ બંદૂકધારીઓએ મંદિરમાં અંધાધૂંધ ફાયરિંગ કરીને 32 શ્રદ્ધાળુઓ અને ત્રણ સુરક્ષાકર્મીઓના જીવ લઈ લીધા હતા. રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના કમાન્ડોએ આ હુમલાખોરોને મારી દીધા હતા.
આ મામલો અદાલતમાં આવ્યો જેમાં હુમલાના ષડયંત્રમાં ત્રણને મોતની સજા અને એકને આજીવન જેલની સજા સંભળાવવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટે નીચલી અદાલતના આ ચૂકાદા પર મહોર લગાવી હતી. મે, 2014માં સુપ્રીમ કોર્ટે બધા દોષિતોને આરોપ મુક્ત કરીને છોડી દીધા. જેમાં ત્રણને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો.