ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

Posted By:
Subscribe to Oneindia News

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

Read Also: 14 કિલો સોનાની લૂંટમાં, ભાઇ બહેનને માંએ આપી એક્સપર્ટ ટિપ્સ

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

કલોલમાં ઘરમાં થાય છે આગના લપકારા

કલોલમાં ઘરમાં થાય છે આગના લપકારા

કલોલમાં આવેલી બલરામ પાર્ક સોસાયટીમાં મકાનોમાં ગેસ ગળતર થતા લોકોના ઘરમાં બાથરૂમ અને પગથિયા જેવી જગ્યાએથી આગની જવાળા નીકળતી હોય છે. આ સોસાયટીના ઘરમાંથી મોટા ભાગની જગ્યાએથી ગેસ ગળતર થાય છે આ બાબતની જાણકારી દીવાળીના સમયમાં થઈ હતી જ્યારે તે ઘરના લોકોએ ફટાકાડ મૂક્યા હતા અને ફટાકડા આગની જવાળાઓથી ફૂટવા લાગ્યા હતા. જોકે આ સમસ્યાનો હજી ઉકેલ આવ્યો નથી.

ગુજરાતમાં ઠેર ઠેર કોંગ્રેસની આક્રમક રેલી

ગુજરાતમાં ઠેર ઠેર કોંગ્રેસની આક્રમક રેલી

કોંગ્રેસે નાગરિકો હેરાન ન થાય તે માટે બંધનું સમર્થન પરત ખેંચ્યું હતું. પરંતુ આજે ગુજરાતમાં કોંગ્રેસે ઠેર ઠેર જનાક્રોશ રેલી કાઢી છે. જેમાં બોટાદ જિલ્લાના ગઢડા ખાતે કોંગ્રેસ દ્વારા નોટબંધીના વિરોધમાં આક્રમક રીતે વિરોધ દર્શાવવામાં આવ્યો છે. કોંગ્રેસ કાર્યકરોએ નનામી કાઢીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.જેને લઈને પોલીસે 50 કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી છે. કોંગ્રેસ કાર્યકરો દ્વારા સરકાર અને ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરાયા હતા. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે બંધનું એલાન મોકૂફ રાખીને રેલી-ધરણાં દ્વારા વિરોધ પ્રદર્શન કરીને‘જનઆક્રોશ સપ્તાહ' ઊજવવાની જાહેરાત કરી હતી. જેને લઈને આજે તમામ તાલુકા મથકો પર પણ કોંગ્રેસ દ્વારા જનક્રોશ વ્યક્ત થઈરહ્યો છે.

ઉમરગામમાં તાલુકા પંચાયતના ખાતમુર્હુતમાં વિવાદ

ઉમરગામમાં તાલુકા પંચાયતના ખાતમુર્હુતમાં વિવાદ

ઉમરગામ ખાતે તાલુકા પંચાયતના નવા મકાનના ખાતમુહૂર્તના પ્રસંગે વિવાદ ઊભો થયો હતો. આ પ્રસંગે સાંસદ કે.સી.પટેલ, ભાજપના ધારાસભ્ય રમણભાઈ પાટકર અને જિલ્લા તાલુકાના હોદ્દેદારોએ પ્રોટોકલ ન જળવાયો હોવાનું કહીને વિરોધ કર્યો હતો. અને ભાજપના અગ્રણીઓ-કાર્યકરો ખાતમુહૂર્ત કાર્યક્રમ અધૂરો છોડીને રવાના થયા હતા. ઉમરગામ તાલુકા પંચાયત કોંગ્રેસ શાસિત છે અને કાર્યક્રમમાં ભાજપના અગ્રણીઓને મહત્વ ન અપાતા વિવાદ સર્જાયો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે.

કપૂત પુત્રો અને પુત્રવધૂના ત્રાસથી આધેડ કરી આત્મહત્યા

કપૂત પુત્રો અને પુત્રવધૂના ત્રાસથી આધેડ કરી આત્મહત્યા

સુરતના બારડોલી નજીક આવેલા ધામરોડમાં એક આધેડે પોતાના બે પુત્રો તથા પુત્રવધૂઓના ત્રાસથી જીવન ટૂંકાવી લીધું હતુ. સુરત જિલ્લાના ડુંગરી ગામની નહેરમાંથી બારડોલીના ધામરોડ નજીક રહેતા આધેડે બે દિવસ પહેલાં અંતિમ ચિઠ્ઠી લખીને આત્મ હત્યા કરી લીધી હતી. પોલીસ તપાસમાં આ મૃતકના ખિસ્સામાંથી ચિઠ્ઠી મળી આવી હતી જેમાં પુત્રો દ્વારા માનસિક ત્રાસ અપાતો હોવાનો ઉલ્લેખ છે. આ અંતિમ ચિઠ્ટીના આધારે પોલીસે આધેડના પુત્રો તથા પુત્રવધૂઓને પોલીસ સ્ટેશનમાં બોલાવી પૂછ પરછ હાથ ધરી છે.

ઉત્તર ગુજરાતમાં પણ કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન

ઉત્તર ગુજરાતમાં પણ કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન

તો પાલનપુરમાં સરકાર વિરોધી નારા સાથે કોંગી આગેવાનો રસ્તા પર બેસી ગયા હતા. વળી ડીસામાં પણ આ પ્રમાણે રેલી કાઢવામાં આવી હતી તો પચંમહાલમાં પણ કોંગ્રેસીઓએ ધારાસભ્યની આગેવાનીમાં રેલી કાઢી હતી.

દીવમાં પણ કોંગ્રેસીઓએ નીકાળી રેલી

દીવમાં પણ કોંગ્રેસીઓએ નીકાળી રેલી

કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પણ બેનરો સાથે કોંગ્રેસીઓ રેલીમાં જોડાયા હતા. અને જનઆક્રોશ સપ્તાહ હેઠળ નોટબંધી પર સરકારને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

English summary
Read here, 28th November 2016's, Gujarat top news.
Please Wait while comments are loading...