દેશમાં 28 હજાર ‘વચલા’ મતદારો : ગુજરાતમાં પણ 261, નવસારી નંબર વન!

Posted By: કન્હૈયા કોષ્ટી
Subscribe to Oneindia News

મુંબઈ, 5 માર્ચ : વિશ્વની સૌથી મોટી લોકશાહીનો ઉત્સવ આજે શરૂ થઈ ગયો છે. હા જી, લોકસભા ચૂંટણી 2014નું બ્યુગલ વાગી ગયું છે. ચૂંટણી પંચે આજે લોકસભા ચૂંટણીનું કાર્યક્રમ જાહેર કરી દીધું કે જેમાં દેશ ભરમાં લગભગ 81 કરોડ મતદારો આગામી સરકાર બનાવવા માટે નવ તબક્કામાં મતદાન કરશે.

ચૂંટણી પંચે આ સાથે જ મતદાર યાદી પણ જાહેર કરી છે, પરંતુ આ વખતની મતદાર યાદીમાં એક નવી કૅટેગરી જોવા મળી રહી છે. જોકે આ કૅટેગરી 2012માં જ ઉમેરાઈ ચુકી હતી, પરંતુ લોકસભા ચૂંટણી 2009ની યાદીમાં સ્વાભાવિક રીતે જ આ કૅટેગરી નહોતી. એટલે 2014માં પહેલી વાર આ કૅટેગરી જોવા મળી રહી છે.

જાણો છો કઈ છે આ કૅટેગરી? મતદાર યાદીમાં કુલ મતદારો અને તેમાં પુરુષ અને મહિલા મતદારોની આમ ત્રણ કૅટેગરી હોય છે, પરંતુ લોકસભા ચૂંટણી 2014ની મતદાર યાદીમાં ચોથી કૅટેગરી અન્ય તરીકે ઉમેરવામાં આવી છે. આ અન્ય એટલે અધર્સ એટલે શું? અત્યાર સુધી તો આપણે ચૂંટણી પરિણામો દરમિયાન બે-ત્રણ મુખ્ય પક્ષો અને પછી અન્યની કૅટેગરી જોતા હતાં, પરંતુ હવે ચૂંટણી પંચે મતદાર યાદીમાં પણ આ અન્યની કૅટેગરી ઉમેરી છે.

ચાલો આપની જિજ્ઞાસાનો અંત આણી દઇએ. આ અન્યની કૅટેગરી છે ટ્રાંસજેંડર મતદારો માટે. ટ્રાંસજેંડરનો સામાન્ય મતલબ તો ‘વચલા' એટલે કે વચ્ચે વાળા તરીકે કરી શકાય, પરંતુ તેનો શાબ્દિક અર્થ થાય છે એવા લોકો કે જેઓ પોતાનું જે લિંગ હોય, તેના કરતાં વિપરીત વ્યવહાર-આચરણ કરે. ધારો કે પોતે મહિલા હોય અને પુરુષ જેવો વ્યવહાર કરે અથવા પુરુષ હોય તો મહિલા જેવો વ્યવહાર કરે. આવા લોકોમાંના જેઓ તબીબી સારવાર લઈ લિંગ પરિવર્તન કરાવે છે, તેમને તો ટ્રાંસસેક્સ્યુઅલ કહે છે, પરંતુ જેઓ આવા લક્ષણો સાથે જ જીવે છે, તેમને ટ્રાંસજેંડર કહે છે.

ચૂંટણી પંચે આવા ટ્રાંસજેંડર લોકો માટે મતદારા યાદીમાં અધર્સ એટલે કે અન્ય કૅટેગરી બનાવી છે અને આ કૅટેગરીમાં આવતા મતદારોની સંખ્યા 28 હજાર 314 છે. આ તો દેશનો આંકડો છે. ગુજરાતની વાત કરીએ, તો ગુજરાતમાં 261 મતદારો એવા છે કે જેઓ ટ્રાંસજેંડર છે અને તેમને અન્યની કૅટેગરીમાં મૂકવામાં આવ્યા છે. સૌથી વધુ નવસારીમાં 44 ટ્રાંસજેંડર મતદારો છે. રાજ્યના 24 સંસદીય મત વિસ્તારોમાં ટ્રાંસજેંડર મતદારોની હાજરી છે, જ્યારે વલસાડ અને અમરેલીમાં એકેય મતદાર અન્યની કૅટેગરીમાં મૂકાયો નથી.

ચાલો સંસદીય વિસ્તાર મુજબ જોઇએ કે ક્યાં-કેટલા ટ્રાંસજેંડર મતદારો છે :

દેશમાં 28,314 ટ્રાંસજેંડર્સ

દેશમાં 28,314 ટ્રાંસજેંડર્સ

ચૂંટણી પંચે ટ્રાંસજેંડર લોકો માટે મતદારા યાદીમાં અધર્સ એટલે કે અન્ય કૅટેગરી બનાવી છે અને આ કૅટેગરીમાં આવતા મતદારોની સંખ્યા દેશમાં 28 હજાર 314 છે.

કચ્છ-1

કચ્છ-1

કચ્છ સંસદીય મત વિસ્તારમાં ટ્રાંસજેંડર મતદારની સંખ્યા 1 છે કે જે અબડાસા વિધાનસભા મત વિસ્તારમાં છે.

બનાસકાંઠા-3

બનાસકાંઠા-3

બનાસકાંઠામાં 3 મતદારો અન્યની કૅટેગરીમાં મૂકવામાં આવ્યાં છે અને આ ત્રણે મતદારો ડીસા વિધાનસભા મત વિસ્તારમાં છે.

પાટણ-1

પાટણ-1

પાટણ સંસદીય મત વિસ્તારમાં પણ 1 મતદાર અન્યની કૅટેગરીમાં છે કે જે કાંકરેજ વિધાનસભા મત વિસ્તારમાં નોંધાયેલ છે.

મહેસાણા-24

મહેસાણા-24

મહેસાણા સંસદીય મત વિસ્તારમાં 24 ટ્રાંસજેંડર મતદારો છે કે જેમાં વિધાનસભા મત વિસ્તારવાર જોઇએ, તો ઉંઝામાં 3, બેચરાજીમાં 9, કડીમાં 6 અને વીજાપુરમાં 6નો સમાવેશ થાય છે.

સાબરકાંઠા-1

સાબરકાંઠા-1

સાબરકાંઠામાં એકમાત્ર 1 ટ્રાંસજેંડર મતદાર ભિલોડા વિધાનસભા મત વિસ્તારમાં છે.

ગાંધીનગર-15

ગાંધીનગર-15

ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં 15 મતદારો અન્યની કૅટેગરીમાં મૂકાયાં છે કે જેમાં વિધાનસભા મત વિસ્તાર મુજબ જોઇએ, તો ગાંધીનગરમાં 1, કલોલમાં 6, સાણંદમાં 4, વેજલપુરમાં 1, નારણપુરામાં 2 અને સાબરમતીમાં 1નો સમાવેશ થાય છે.

અમદાવાદ પૂર્વ-9

અમદાવાદ પૂર્વ-9

અમદાવાદ પૂર્વમાં 9 ટ્રાંસજેંડર્સ છે કે જેમાં દહેગામ-4, નરોડા-4, બાપૂનગર-1નો સમાવેશ થાય છે.

અમદાવાદ પશ્ચિમ-3

અમદાવાદ પશ્ચિમ-3

અમદાવાદ પશ્ચિમમાં 3 મતદારો અન્યની કૅટેગરીમાં છે કે જેમાં એલિસબ્રિજ,, જમાલપુર તથા અસારવામાં એક-એકનો સમાવેશ થાય છે.

સુરેન્દ્રનગર-3

સુરેન્દ્રનગર-3

સુરેન્દ્રનગર-3 (લીમ્બડી-1, વઢવાણ-1, ધ્રાંગધ્રા-1)

રાજકોટ-5

રાજકોટ-5

રાજકોટ સંસદીય મત વિસ્તારમાં 5 મતદારો અન્યની કૅટેગરીમાં છે કે જેમાં રાજકોટ પશ્ચિમમાં 3 અને રાજકોટ દક્ષિણમાં 2 છે.

પોરબંદર-7

પોરબંદર-7

પોરબંદર-7 (ગોંડલ 2, જેતપુર 4, પોરબંદર 1)

જામનગર-13

જામનગર-13

જામનગરમાં 13 મતદારો અન્યની કૅટેગરીમાં છે કે જેમાં કાલાવડમાં 2, જામનગર દક્ષિણમાં 3 અને ખંભાળિયામાં 8 છે.

જૂનાગઢ-3

જૂનાગઢ-3

જૂનાગઢ-3 (સોમનાથ, તલાળા, કોડીનારમાં 1-1)

ભાવનગર-11

ભાવનગર-11

ભાવનગર સંસદીય મત વિસ્તારમાં 11 મતદારો અન્યમાં છે કે જેમાં ભાવનગર પૂર્વમાં 1, ભાવનગર પશ્ચિમમાં 7 તથા બોટાદમાં 3 મતદારો છે.

આણંદ-6

આણંદ-6

આણંદ 6 (આંકલાવ 1, ઉમરેઠ 1, આણંદ 3, સોજિત્રા 1)

ખેડા-16

ખેડા-16

ખેડામાં 16 ટ્રાંસજેંડર મતદારો છે કે જેમાં ધોળકા 1, માતર 2, નડિયાદ 8, મહુધા 4, કપડવંજમાં 1નો સમાવેશ થાય છે.

પંચમહાલ-2

પંચમહાલ-2

પંચમહાલ-2 (ઠાસરા 1, શહેરા 1)

દાહોદ-4

દાહોદ-4

દાહોદ-4 (ફતેપુરા 2, લીમખેડા 2)

વડોદરા-26

વડોદરા-26

વડોદરામાં 26 મતદારો અન્ય કૅટેગરીમાં મૂકાયાં છે કે જેમાં વિધાનસભા મત વિસ્તાર મુજબ જોઇએ, તો સાવલીમાં 1, વાઘોડિયામાં 2, અકોટામાં 5, રાવપુરામાં 17 અને માંજલપુરમાં 1નો સમાવેશ થાય છે.

છોટા ઉદેપુર-6

છોટા ઉદેપુર-6

છોટા ઉદેપુર-6 (હાલોલ 1, છોટા ઉદેપુર 2, જેતપુર 1, પાદરા 2)

ભરૂચ-24

ભરૂચ-24

ભરૂચમાં 24 મતદારો અન્ય છે કે જેમાં કરજણમાં 8, જમ્બૂસરમાં 7, વાગરામાં 2, ઝગડિયામાં 2, ભરૂચમાં 4 અને અંકલેશ્વર 2 સામેલ છે.

બારડોલી-7

બારડોલી-7

બારડોલી-7 (માંગરોળ 1, માંડવી 4, બારડોલી 2)

સૂરત-27

સૂરત-27

સૂરતમાં 27 મતદારો અન્યની કૅટેગરીમાં છે કે જેમાં ઓલપાડમાં 5, સૂરત પૂર્વમાં 7, સૂરત ઉત્તરમાં 9, વરાછા રોડમાં 1 તથા કારંજમાં 5નો સમાવેશ થાય છે.

નવસારી-44

નવસારી-44

નવસારીમાં સૌથી વધુ 44 મતદારો અન્યની કૅટેગરીમાં મૂકાયાં છે કે જેમાં વિધાનસભા મત વિસ્તાર મુજબ જોઇએ, તો લિંબાયતમાં 9, ઉધનામાં 7, મજૂરામાં 3, ચોર્યાસીમાં 3, જલાલપોરમાં 3, નવસારીમાં 13 અને ગણદેવીમાં 6 મતદારોનો સમાવેશ થાય છે.

English summary
Election Commission Of India allowed enrollment of transgender persons with gender written as "Others" in the electoral rolls since 2012. The number of electors enrolled as "Others" gender is 28,314. There are 261 Others Electors in Gujarat. Parliament amended the Representation of the People Act, 1950, allowing enrollment of Indian citizens living overseas as electors. 11,844 overseas electors have been enrolled in the current electoral rolls. There are 13,28,621 service electors in the electoral rolls.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.