છેલ્લા 2 વર્ષમાં 286 સરકારી પ્રાથમિક શાળાઓ બંધ થઈ
માતા-પિતા અને પ્રાથમિક શાળાના શિક્ષકો બાળકોમાં મુખ્યત્વે જીવન ઘડતર, શિક્ષણ અને સંસ્કારોનું સિચન કરતા હોય છે પરંતુ મળી રહેલા તાજા આંકડાઓએ બાળકોના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિહ્ન લગાવી દીધો છે. મળી રહેલી માહિતી મુજબ છેલ્લા બે વર્ષમાં 286 સરકારી પ્રાથમિક શાળાઓ બંધ કરી દેવાઈ છે. વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હોવાનું બહાનું ધરી આ શાળાઓ બંધ કરાઈ છે. સરકારી પ્રાથમિક શાળાઓ બંધ કરવાથી 559 શિક્ષકો ફાજલ પડ્યા છે.
નોંધનીય છે કે ભિલોડા વિધાનસભા સીટ પરથી કોંગ્રેસ ધારાસભ્ય અનિલ જોષીયરાના પ્રશ્નના જવાબમાં સરકારે 286 પ્રાથમિક શાળાઓ બંધ કરી હોવાનું જણાવ્યું.
બીજી તરફ હજી પણ વર્ગ 1 અને વર્ગ 2ની અઢળક જગ્યાઓ ખાલી પડી હોવાનું પણ સામે આવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય રાજેશ ગોહિલે વિધાનસભા સત્ર દરમ્યાન ખાલી પડેલી જગ્યાઓ બાબતે પ્રશ્ન પૂછ્યો હતો જેનો સરકારે જવાબ આપતા જણાવ્યું કે માહિતી મુજબ વર્ગ 1ની 993 સામે 447 જગ્યાઓ ખાલી છે, જ્યારે વર્ગ 2ની 6443 સામે 1545 જગ્યાઓ ખાલી છે. વધુમાં સરકારે જણાવ્યું કે ખાલી જગ્યાઓ ભરવા માટે કાર્યવાહી ચાલુ છે.
યૂટ્યૂબર લિલી સિંહે સ્પેશિયલ માસ્ક પહેરી ખેડૂત આંદોલનનું સમર્થન કર્યું