ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં.

Posted By:
Subscribe to Oneindia News

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

રાહુલ ગાંધીની અટકાયતથી ગુજરાતભરમાં વિરોધ

રાહુલ ગાંધીની અટકાયતથી ગુજરાતભરમાં વિરોધ

OROP મામલે ભૂતપૂર્વ સૈનિકે આત્મહત્યા કરતા બુધવારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તેમને દિલ્હીમાં આરએમએલ હોસ્પિટલ મળવા પહોંચ્યા હતા. જે બાદ પોલિસે તેમની અટક કરી હતી. આ મામલે બુધવારે શામળાજી ખાતે જીલ્લા કોંગ્રેસ કાર્યકરોએ ચક્કાજામ કરી વિરોધ કર્યો હતો. જેના પગલે 15 જેટલા કોંગી કાર્યકરોની પોલીસે અટકાયત કરી. જેમાં ભિલોડા ધારાસભ્ય અનીલ જોષીયારા અને જીલ્લા કોંગ્રેસ પ્રમુખની પણ હતા.

અમદાવાદ પોલિસ કસ્ટડીમાં કેદીની આત્મહત્યાનો મામલે બબાલ

અમદાવાદ પોલિસ કસ્ટડીમાં કેદીની આત્મહત્યાનો મામલે બબાલ

અમદાવાદના ઇસનપુર પોલીસ સ્ટેશનમાં એક યુવકની પત્નીએ ઘરેલું હિંસાનો કેસ કરતા યુવકે પોલીસ સ્ટેશનમાં જ આપઘાત કરી લીધો હતો. જે બાદ મૃતક રફીકના પરિવારના ઉગ્ર વિરોધથી આ ઘટનાની તાપસ જી- ડિવિઝનના ACP ને સોંપાઈ છે. મૃતકના પરિવારનો આરોપ છે કે પોલીસની બેદરકારીને પગલે રફીકે આપઘાત કાર્યો છે.

ભરૂચની એક કંપનીમાં થયું ગેસ ગળતર, 3 ના મોત

ભરૂચની એક કંપનીમાં થયું ગેસ ગળતર, 3 ના મોત

ભરૂચના દહેજ ખાતે આવેલ રહિયાદ ગામે જી.એન.એફ.સી.કંપનીના ટી.ડી.આઈ. પ્લાન્ટમાં બુધવારે મોડી રાતે ગેસ લીકેજ ની ઘટના બની હતી. ઈ. ડી.આઈ.,ટાર અને ફોકઝીન ગેસ નાં મિક્સિંગ વખતે ગાસ્કેટમા લિકેજ થાવ થી ફરજ પરના હાજર કર્મચારી ઓ ને ગેસ ની અસર થતા. જેમાં 3 લોકોના મોત થયા છે જ્યારે 13 જેટલા કર્મચારીઓને ગેસની અસર લાગતા ભરૂચની વિવિધ ખાનગી હોસ્પિટલો મા ખસેડાયા.

અમદાવાદીઓ સાચવજો! ફરી ચિકનગુનિયાએ માથુ ઊંચક્યું છે

અમદાવાદીઓ સાચવજો! ફરી ચિકનગુનિયાએ માથુ ઊંચક્યું છે

અમદાવાદમાં ફરી ચિકનગુનિયાએ માથુ ઊંચક્યું છે. અને આ બિમારીના કારણે એક મહિનામાં જ નવા 50 થી 60 કેસ નોંધવામાં આવ્યા છે. એટલું જ નહીં મેલેરિયા અને ડેન્ગ્યૂના કેસ પણ વધ્યા છે. જે આરોગ્ય વિભાગની પોલ છતી કરે છે.

સુરતમાં વાડીમાં ગ્રામજનોએ દીપડાને જીવતો બાળ્યો

સુરતમાં વાડીમાં ગ્રામજનોએ દીપડાને જીવતો બાળ્યો

સુરત જિલ્લાના વાડી ગામમાં જામલિયા ફળિયામાં દીપડા દ્વારા બાળકી ઉપરના હુમલામાં મ્રુત્યુ પામેલ બાળકી ના ગ્રામજનોએ બુધવાર રાત્રે પાંજરે પુરાયેલ દિપડા ને જીવતો સળગાવી દીધો. જે બાદ આ કિસ્સામાં વનમંત્રીએ તપાસ ના આદેશ આપ્યા છે.

સાવલી પાસે ટેમ્પાએ પલટી ખાતા 4ના મોત

સાવલી પાસે ટેમ્પાએ પલટી ખાતા 4ના મોત

સાવલીના જેતપુર ગામ પાસે જાબુંઘોડાથી રાજકોટ જઈ રહેલા ટેમ્પોએ પલટી ખાતા આ દુર્ઘટના સર્જાઇ હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસનું પ્રાથમિક તારણ મુજબ ડ્રાઇવરને ઝોકુ આવી જતા આ ઘટના ઘટી હોય તેમ લાગે છે. મધરાત્રે ઇજાગ્રસ્તોને સારવાર માટે હાલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

ભૂજના ખત્રી તળાવ પાસે ફાયરિંગ કરનારા આરોપી ઝડપાયા

ભૂજના ખત્રી તળાવ પાસે ફાયરિંગ કરનારા આરોપી ઝડપાયા

દિવાળીના દિવસે ભુજ-માંડવી રોડ પર આવેલા ખત્રી તળાવ નજીક નારણપરના ગઢવી યુવાનને રૂપિયાની લેતી-દેતીના મુદ્દે ફાયરિંગ કરનારા બે આરોપી ઝડપાઈ ચૂક્યા છે. ફાયરિંગ કરનારા એક્સ. આર્મી મેન સહિત બે આરોપીઓને પશ્ચિમ કચ્છ પોલીસે અલગ-અલગ પાંચ ટીમો બનાવી બુધવારે ભુજોડી પાસેથી ઝડપી લીધા હતા. નોંધનીય છે કે મેહૂલ વિનોદદાન ગઢવીએ માધાપર રહેતા આકાશ આર્ય પાસેથી દોઢેક વર્ષ અગાઉ 25,00,000 ઉછીના લીધા હતા તથા માધાપરમાં રહેતા અશોકસિંહ વિજયસિંહ જાડેજા પાસેથી આઠેક મહિના પહેલાં 50 હજાર લીધા હતા, આ ઘટનામાં ઉગ્ર બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા અશોકસિંહ જાડેજાએ પોતાની પાસે રહેલી લાઇસન્સવાળી રીવોલ્વરથી મેહુલ ઉપર ફાયરિંગ કરતાં મેહુલ સ્થળ પર જ ઢળી પડ્યો હતો અને સારવાર દરમિયાન મેહૂલ વિનોદ ગઢવીનું મોત થયું હતું.

9 નવેમ્બરે રાજકોટના ખંઢોરીમાં ટેસ્ટ મેચ

9 નવેમ્બરે રાજકોટના ખંઢોરીમાં ટેસ્ટ મેચ

રાજકોટમાં 9 નવેમ્બરથી ભારત અને ઇગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ ખંઢેરી સ્ટેડિયમમાં રમાશે. જે માટે સૌરાષ્ટ્ર એસોસિએશને તમામ તૈયારીઓ પૂરી કરી દીધી છે. 6 નવેમ્બરના રોજ ઇંગ્લેન્ડની ટીમ રાજકોટ પહોંચશે. ઉલ્લેખનીય છે કે નવેમ્બર માસમાં બીસીસીઆઇ દ્વારા રાજકોટને ટેસ્ટ મેચ સેન્ટરનો દરજ્જો આપવામાં આવ્યો હતો. વન-ડેનો દરજ્જો મળ્યાના 29 વર્ષ બાદ રાજકોટને ટેસ્ટ મેચનો દરજ્જો મળ્યો છે.

ગેસ ગળતર બાદ 8 લાખની સહાય

ગેસ ગળતર બાદ 8 લાખની સહાય

ભરૂચની કંપનીમાં થયેલા ગેસ ગળતરમાં હાલ પ્રાપ્ત માહિતી મુજબ ચાર લોકોની મોત થઇ છે. અને 14 લોકોને તેની ગંભીર અસર થઇ છે. જેના જી.એન.એફ.સીએ અસરગ્રસ્તોને 8 લાખ રૂપિયાના વળતર આપવાની જાહેરાત કરી છે.

English summary
Read here, 3nd november 2016's, Gujarat top news.
Please Wait while comments are loading...