For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કચ્છમાંથી મળી આવી 5000 વર્ષ જુની વાવ

|
Google Oneindia Gujarati News

stepwell-kutch-gujarat
ગાંધીનગર, 8 ઓક્ટોબરઃ ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા ગુજરાતના કચ્છ પ્રદેશના ધોળાવીરા ખાતે ખોદકામ કરવામાં આવ્યું હતું. જ્યાંથી અંદાજે 5000 વર્ષ જૂની એક વાવ મળી આવી છે. માહિતી અનુસાર આ વાવ મોહન્જોદળોના ગ્રેટબાથ કરતા ત્રણ ગણી મોટી છે. ધોળાવીરાના પૂર્વ ભાગ તરફ એએસઆઇ અને આઇઆઇટી ગાંધીનગરના નિષ્ણાંતો દ્વારા શોધખોળ આદરવામાં આવી હતી. જે દરમિયાન આ સાઇટ મળી આવી હતી.

આ સાઇટ અંગે જાણીએ તો તેની લંબાઇ 73.4 મીટર છે, તેની પહોળાઇ 29.3 મીટર અને તેની ઉંડાઇ 10 મીટરની આસપાસ છે. આ અંગે એએસઆઇના નિષ્ણાંત વીએન પ્રભાકરે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે, કચ્છમાંથી જે વાવ મળી આવી છે તે મોહન્જોદળોના ગ્રેટ બાથ કરતા મોટી છે. તેનું ડિસેમ્બરમાં સ્પોટ એનાલિસીસ કરવામાં આવશે. વિવિધ સર્વેમાં આ વાત પણ જાણવા મળી છેકે, ધોળાવીરા ખાતે બીજી કેટલીક વાવ પણ જમીનમાં દટાયેલી છે. તેમણે શંકા વ્યક્ત કરી હતી કે, એક મોટુ સરોવર અને એક પુરાણી શોર લાઇન પણ અહીં દટાયેલી હોઇ શકે છે.

આગામી સમયમાં થ્રીડી લેન્સર સ્કેનર, રિમોટ સેન્સિંગ ટેક્નોલોજી અને રડા સિસ્ટમનો ઉપયોગ કરીને તપાસ કરવામાં આવશે. આ બાબતો અંગે પણ અભ્યાસ કરવામાં આવશે કે કઇ રીતે પાણી કુવામાં જતુ હતુ અને વોટર કન્વર્ઝેશનનો વિચાર શું હતો. હડપ્પન કાળના અનેક અવશેષો અહીં છૂપાયેલા હોવાનું બહાર આવી શકે છે. એ યુગમાં કાર્નેલીયન જેવા કિંમતી પથ્થરોની વિશેષ માગ હતી અને ગુજરાત મણકો તથા હસ્તકળા ઉત્પાદનના ઉદ્યોગનું કેન્દ્ર હતુ. આ કિંમતી પથ્થરમાળા પણ ઘણી પ્રચલિત હોવાનું જાણવા મળ્યું છે.

English summary
5,000-year Harappan stepwell found in Kutch
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X