Gujarat Weather: રાજ્યમાં એક સાથે 5 વરસાદી સિસ્ટમ થઈ સક્રિય, જાણો હવામાન વિભાગની આગાહી

Gujarat Weather: હવામાન વિભાગે રાજયમાં ફરી ભારે વરસાદની આગાહી કરી છે, 20 અને 21 ઓગસ્ટે અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.

Gujarat Weather

આજે નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, સુરત, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ રહેશે. આ ઉપરાંત, અન્ય 12 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અને 16 જિલ્લાઓમાં યલો એલર્ટ અપાયું છે. માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

રેડ એલર્ટ

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ માટે સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, જેથી લોકોને સાવચેત રહેવાની અને બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.

ઓરેન્જ એલર્ટ

અન્ય 12 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. આમાં દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગનો સમાવેશ થાય છે.

યલો એલર્ટ

રાજ્યના બાકીના 16 જિલ્લાઓમાં મધ્યમ વરસાદની સંભાવના છે. આ માટે યલો એલર્ટ અપાયું છે. આ જિલ્લાઓમાં બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, કચ્છ, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા અને આણંદનો સમાવેશ થાય છે. અમદાવાદમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

આગામી 5 દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, અતિભારે વરસાદની સંભાવનાને લઇ તંત્ર એલર્ટ મોડમાં છે, રાજ્યમાં NDRFની કુલ 12 ટીમ ડીપ્લોય કરાઇ છે, SDRFની 20 ટીમો અલગ-અલગ જિલ્લામાં ડીપ્લોય કરવામાં આવી છે, NDRFની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ ઉપરાંત NDRFની એક ટીમ રીઝર્વ રાખવામાં આવી છે.

રાજ્યમાં અત્યારસુધીમાં સરેરાશ 68.91% વરસાદ નોંધાયો

જેમાં સૌથી વધુ 72% વરસાદ દક્ષિણ ગુજરાતમાં જ્યારે ઉત્તર ગુજરાતમાં 71%, કચ્છમાં 70%, પૂર્વ મધ્યમાં 69% જ્યારે સૌરાષ્ટ્રમાં 63 %થી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X