For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અમદાવાદમાં 23 માર્ચે મહિલા સંમેલન : 58 મહિલાઓને માતા યશોદા એવોર્ડ અપાશે

|
Google Oneindia Gujarati News

women
અમદાવાદ, 20 માર્ચ : અમદાવાદ ખાતે 23મી માર્ચે યોજાનારા રાજ્યય સ્તરીય મહિલા સન્માન સંમેલનમાં રાજ્યની કુલ 58 મહિલાઓને માતા યશોદા એવોર્ડ વર્ષ 2011-12 માટે એનાયત કરવામાં આવશે. આ એવોર્ડમાં મહિલાઓને કુલ રૂપિયા 10.18 લાખના ઇનામથી પુરસ્કૃરત કરવામાં આવશે. આ પુરસ્કાર વિતરણ સમારંભ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાશે.

સંકલિત બાળવિકાસ યોજનાના મધ્ય બિંદુ સમા આંગણવાડી કેન્દ્ર માં 6 વર્ષ સુધીના બાળકો, સગર્ભા બહેનો, પ્રસુતા બહેનો અને કિશોરીઓને પૂરક પોષણ, આરોગ્યી તપાસ, સંદર્ભ સેવાઓ, રોગપ્રતિકારક રસીઓ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવાની કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી આંગણવાડી ‘નંદઘર' ની કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા કરવામાં આવે છે. નંદઘરમાં ઉત્તમ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર અને તેડાગરને રાજ્યન સરકાર દ્વારા વર્ષ 2006-07થી માતા યશોદા એવોર્ડ અર્પણ કરવામાં આવે છે જે પૈકી વર્ષ 2011-12 માટે રાજ્ય ની કુલ 58 મહિલાઓને રાજ્યર સરકાર માતા યશોદા એવોર્ડ અર્પણ કરશે.

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલા જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતેના કન્વેન્શન હોલમાં આ સમગ્ર કાર્યક્રમ યોજવાનો છે. આ માટે રાજ્યા કક્ષાએ પ્રથમ આંગણવાડી કાર્યકરને રૂપિયા 51,000, આંગણવાડી તેડાગરને રૂપિયા 31,000 આપવામાં આવશે. જિલ્લા કક્ષાએ પસંદ થનાર બે આંગણવાડી કાર્યકરોને રૂપિયા 31,000 જ્યારે બે તેડાગરને રૂપિયા 21,000ના ચેક અર્પણ કરાશે.

ઘટકકક્ષાએ પસંદ થનાર 23 આંગણવાડી તેડાગરને રૂપિયા 11,000ના ચેક અર્પણ કરવામાં આવશે. નગરપાલિકા કક્ષાએ પસંદ થનારા ત્રણ આંગણવાડી કાર્યકરોને રૂપિયા 21,000 તેમજ ત્રણ તેડાગરોને રૂપિયા 11,000ના ચેક અર્પણ કરી સન્માનિત કરવામાં આવશે. પાલકમાતા યશોદા એવોર્ડની વિજેતા મહિલાઓને સન્માનિત કરવામાં મુખ્યમંત્રી નરેન્દ્ર ભાઇ મોદી સાથે અન્યય મહાનુભાવો પણ ઉપસ્થિનત રહેશે.

અમદાવાદ ખાતે 95 મહિલાઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાશે
માતા યશોદા એવોર્ડ મુખ્યમંત્રી કન્યાય કેળવણી નિધિ સહાય વિતરણ અને મહિલા ખેલાડીઓનો રાજ્ય સ્તરનો પુરસ્કાર વિતરણ સમારોહ અમદાવાદ ખાતે યોજાનાર છે. તારીખ 23-3-2013 શનિવારના રોજ 95 મહિલાઓને મુખ્યનમંત્રીના વરદ હસ્તે યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં સન્માનિત કરવામાં આવશે. જે પૈકી 58 મહિલાઓને માતા યશોદા એવોર્ડ, 2 વ્યકિતગત સંસ્થાકીય એવોર્ડ 23 વિદ્યાર્થીનીઓને મુખ્યઓમંત્રી કન્યાદ કેળવણી સહાય અને 12 મહિલા ખેલાડીઓને પુરસ્કાર અર્પણ કરવામાં આવશે.

અન્ય શહેરોમાં મહિલા સંમેલનના કાર્યક્રમો

તારીખ 23મી માર્ચે પ્રભારી મંત્રી સૌરભભાઇ પટેલની ખાસ ઉપસ્થિતિમાં ભાવનગરના મહારાજા કૃષ્ણરકુમારસિંહજી માર્કેટયાર્ડ ખાતે મહિલા સંમેલન સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે. રાજકોટ શહેરમાં રેસકોર્સના મેદાનમાં આગામી 23 માર્ચને શનિવારે રાજ્ય સરકારના મંત્રીઓની ઉપસ્થિતિમાં મહિલા સંમેલન યોજાશે. આ મહિલા સંમેલનમાં આંગણવાડી ક્ષેત્રે શ્રેષ્ઠક કામગીરી કરનારા 35 સંચાલક અને વર્કરને માતા યશોદા એવોર્ડ આપવામાં આવશે. જ્યારે, ખેલકૂદની વિવિધ સ્પર્ધાઓમાં પોતાનું કૌવત દેખાડનારી 86 મહિલાઓને પુરસ્કાર આપવામાં આવશે. એ જ પ્રકારે 27 છાત્રાઓને મુખ્યમંત્રીશ્રી કન્યા કેળવણી નિધિમાંથી લેપટોપ સહિત આર્થિક સહાય આપવામાં આવશે. મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદી આ સંમેલનને વિડીઓ કોન્ફરન્સના માધ્યમથી સંબોધશે.

English summary
58 women will be awarded with Mata Yashoda Award on 23 March.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X