ગુજરાતભરના મુખ્ય સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

Posted By:
Subscribe to Oneindia News

[ગુજરાત] રોજે રોજ ગુજરાતમાં આપણી આસપાસ અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, તેમાંથી ઘણી આપણા કામની હોય છે તો ઘણીબધી કામની નથી હોતી. પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો પર આપણે નજર કરવાનું ચૂકી જતા હોઇએ છીએ.

પરંતુ અમે આપને અહીં પળેપળના એવા સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, જે મહત્વના છે અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ. ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

ભાવનગર અમદાવાદ હાઇ વે ભીષણ અક્સ્માત

ભાવનગર અમદાવાદ હાઇ વે ભીષણ અક્સ્માત

ભાવનગર-અમદાવાદ હાઈવે પર ધોલેરા પીપળી રોડ પર એક હોટેલ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટેન્કર તથા સ્વીફ્ટ કાર વચ્ચે થયેલા આ અકસ્માત એટલો ભીષણ હતો કે સ્વીફ્ટ કાર ઉપર ટેન્કર ચઢી ડતા સ્વીફ્ટ કાર રમકડાંની કાર જેમ ચગડાઈ ગઈ હતી. કારની આવી પરિસ્થિતિ જોઈને એ અંદાજો આવી શકે છે કે અંદર બેઠેલા લોકો જીવિત નહીં બચ્યા હોય. ત્યારે આ ઘટનામાં કેટલા લોકોના મોત થયા છે તે અંગે હાલ કોઇ વિગતો પ્રાપ્ત થઈ નથી.

ચેક પોસ્ટ પર બબાલ કરશો તો એસઆરપી કરશે ફાયરિંગ

ચેક પોસ્ટ પર બબાલ કરશો તો એસઆરપી કરશે ફાયરિંગ

ચેક ટેક્સ પર અવાર નવાર થાત હોબાળાને ટાળવા માટે હવે રાજ્યમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે ચેક પોસ્ટ ઉપર હવે એસઆરપી જ વાન હાજર રહેશે અને જો ચેકપોસ્ટ પર કોઈ દાદાગીરી કરશે તો એસઆરપી જવાનને ફાયરિંગ કરવાની છૂટ રહેશે. આ અંગે વાહન વ્યહાર મંત્રી વલ્લભ કાકડિયાએ કહ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભ્રષ્ટાચાર વગરનો પારદર્શક વહીવટ કરવાના નિર્ધાર સાથે ચેકપોસ્ટ પર ચાલતા ભ્રષ્ટાચારને ડામવા ચેક પોસ્ટ ખાતે એસઆરપી જવાન તૈનાત કરવાનું નક્કી કર્યું છે. ચેકપોસ્ટ પર દાદાગીરી અને હુમલા કરવાની ઘટના બનતી હોય છે. આવા કિસ્સામાં એસઆરપીને નાછૂટકે ફાયરીંગ કરવું પડશે તેવું તેમને જણાવ્યું.

અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટમાં વેપારીઓનો હોબાળો

અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટમાં વેપારીઓનો હોબાળો

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટમાં વેપારીઓને વળતર ન મળવાને કારણે અમરાઈવાડીમાં મેટ્રો રેલનું કામ અટકાવી દેવામાં આવ્યું છે. મેટ્રો રેલ પ્રોજેક્ટમાં અમરાઈ વાડી વિસ્તારમાં વેપારીઓને યોગ્ય વળતર માટેની વાત કરવામાં આવી હતી. જોકે એ પ્રમાણે યોગ્ય વળતર ન મળતા વેપારીઓએ આજે હોબાળો મચાવ્યો હતો. અને આ હોબાળાને પગલે વસ્ત્રાલ સુધીના મેટ્રો રેલનું કામ અટકાવી દેવામાં આવ્યું છે.

મહેશ શાહને પોલિસની વર્દી પહેરાવવા અંગે એસીપીને તપાસ સોંપાઇ

મહેશ શાહને પોલિસની વર્દી પહેરાવવા અંગે એસીપીને તપાસ સોંપાઇ

નોંધનીય છે કે 13,860 કરોડનું કાળું નાણું જાહેર કરનાર મહેશ શાહને સુરક્ષા કારણો સર ખાખી વર્દી પહેરાવવામાં આવી હતી. પણ આ તસવીરો વાયરલ થતા એસીપી કલ્પેશ ચાવડાને આ અંગે તપાસ સોંપવામાં આવી છે. નોંધનીય છે કે મહેશ શાહના પ્રાણને ખતરો હોવાના કારણે તેની સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે.

English summary
Read here,5nd December 2016's, Gujarat top news.
Please Wait while comments are loading...