For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૂરેન્દ્રનગર જિલ્લામાં 75 હાજરથી વુધ વિદ્યાર્થીઓને ચુકવાય ગણવેશ સહાય

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભા ગૃહમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ગણવેશ સહાય સંદર્ભે પુછાયેલા પ્રશ્નનનો ઉત્તર આપતા સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્યમંત્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર જિલ્લામાં તા. 31-12-2022ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓની ગણવેશ સહાય મેળવવા માટે કુલ ૭૫,૧૯૮ જેટલી અરજીઓ મળી હતી. જેમાંથી ૭૫,૧૯૮ એટલે કે, તમામ અરજીઓ મંજુર કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ગણવેશ આપવા માટે છેલ્લા એક વર્ષમાં રૂ. ૬,૬૪,૦૦,૮૦૦ની સહાય ચૂકવવામાં આવી છે.

GUJARAT ASSEMBLY

આ યોજનાના માપદંડ વિશે પૂછવામાં આવેલા પેટા પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી પરમારે જણાવ્યું હતું કે, આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીઓ અનુસૂચિત જાતિના હોવા જોઈએ, વિદ્યાર્થી ધોરણ ૧ થી ૮માં અભ્યાસ કરતા હોવા જોઈએ. આ યોજનાનો લાભ લેવા માટે કોઈ આવક મર્યાદા નથી. ગણવેશ સહાય યોજના હેઠળ દરેક વિદ્યાર્થીને ત્રણ જોડી ગણવેશ આપવમાં આવે છે. ગણવેશ માટે વિદ્યાર્થી દીઠ રૂ. 900ની સહાય ચૂકવવામાં આવે છે તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

English summary
6.64 crore allocated for uniforms in Surendranagar district
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X