
2002ના ગુજરાત રમખાણોના છ ગુનેગારો ઇન્દોરમાં કરશે સામુદાયિક સેવા
વર્ષ 2002ના ગોધરાકાંડ પછી બનેલા ગુજરાતના ભડકાઉ રમખાણોને પગલે આ ગુનેગારોને સુપ્રિમ કોર્ટે આજીવન કેદન સજા ફટકારી હતી. જોકે આજીવન કેદની સજા ભોગવી રહેલા 15 ગુનેગારોને શરતી જામીન આપવામા આવ્યા છે. ત્યારે તેમને મધ્યપ્રદેશના ઇંદૌર અને જબલપુરમાં રહીને સામુદાયિક સેવા કરવી પડશે. કોર્ટના આદેશ મુજબ છ દોષિતોના જૂથને ઇંદોરમાં રહી સામુદાયિક સેવા કરશે તેમજ આ બન્ને જિલ્લાના અધિકારીઓએ જણાવ્યુ હતું કે આ આરોપિયોને યોગ્ય રોજગારીની તક આપવામાં આવશે. સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ જિલ્લાના કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આ પ્રયોગને લાગુ કરવા માટે બ્લૂપ્રિન્ટ તૈયાર કરવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે તેમજ કોર્ટના આદેશ મુજબ દોષિતોનું એક સમુહ ઇંદોર રહીને સામુદાયિક સેવા આપશે. સુપ્રિમ કોર્ટે આ બન્ને જિલ્લાના અધિકારીઓને કહ્યું હતુ કે તેઓ આ આરોપિયોને સારી એવી રોજગારી અપાવવામાં પણ મદદ કરે.
તો બીજી તરફ ઇંદૌર જિલ્લા અધિકારી સુભાષ ચૌધરીએ બુધવારના રોજ જણાવ્યુ હતુ કે 'મને સમાચારપત્રો દ્વારા ખબર પડી હતી કે સુપ્રીમ કોર્ટના આદેશથી ગુજરાત રમખાણોના કેટલાક આરોપિયો શરતોના આધારે જામીન પર છૂટીને ઇંદૌર આવી રહ્યા છે. અમે આ હુકમને રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની આગામી માર્ગદર્શિકાનું પાલન કરીશું. આ દરમિયાન ગુજરાત રમખાણોના આરોપિયોને સમુદાય સેવાની શરત સાથે જામીન આપવાનો આદેશ સ્થાનિય ન્યાય જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. જોકે આ હુકમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે ન્યાયિક ક્ષેત્રોમાં કાર્યરત એન.જી.ઓ, 'ન્યાયાધીશ' ના પ્રમુખ અને વરિષ્ઠ એડવોકેટ પંકજ વઢવાણીએ જણાવ્યુ હતુ કે સુપ્રિમ કોર્ટે ગુજરાતના રમખાણોના દોષીતોને સમુદાયિક સેવાની શરતે જામીનનો લાભ આપવાનો હુકમ કરીને સુધારાત્મક દંડના સિદ્ધાન અનુસાર એક નવી દિશા બતાવી છે. આ એક ન્યાયિક સિદ્ધાંત છે જેમાં પાપનો નાશ કરો પણ પાપીનો નહી.
તેમણે કહ્યુ કે અદાલતોના આવા નિર્ણથી દોષિતોને ખુદની અંદર ઉતરીને ખુદને સુધારવાની તક મળશે અને જેલના વાતાવરણથી દૂર રહી સામાજિક માહોલમાં ભળી જશે. ગુજરાત રમખાણોના કેસમાં આણંદ જિલ્લાના ઓડ નગરમાં થયેલા હત્યાકાંડના પગલે 15 આરોપિયોને આજીવન કેદની સજા કરવામાં આવી હતી. જોકે આ હુલ્લડમાં 23 લોકો બળીને ખાખ થઇ ગયા હતા. મુખ્ય ન્યાયાધીશ એસ.એ.બોબડે, ન્યાયમૂર્તિ બી.આર. ગવઈ અને ન્યાયાધીશ સૂર્યકાંત પીઠે આ મામલે 15 આરોપિયોને સમુહમાં વહેંચી દીધા છે. જામીનની શરતોને આધારે આ આરોપિયો ગુજરાત બહાર રહેશે તેમજ તેમને મધ્યપ્રદેશના ઇંદૌર અને જબલપુરમાં રહીને સામુદાયિક સેવા કરવી પડશે. આ આરોપિયોને બન્ને શહેરો સાથે સંકળાયેલા જે તે પોલિસ મથકમાં હાજરી આપવાની રહેશે. ખંડપીઠે વધુમાં કહ્યુ હતું કે આ આરોપિયો ત્યાં એક સાથે નહી હોય. તેમને જામીનની શરતો મુજબ અઠવાડીયામાં છ કલાક સામુદાયિક સેવા કરવાની રહેશે તેમજ આ બધાએ તેમની સમુદાય સેવાઓ સંબંધીત પ્રમાણપત્ર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને જમા કરાવવાના રહેશે. જોકે મધ્યપ્રદેશના રાજ્ય કાનૂની સેવા ઓથોરિટીને ત્રણ મહીના પછી તેમની રિપોર્ટ રજૂ કરવાની રહેશે. જેમા તેમને એ જણાવવાનું રહેશે કે ઓ આરોપિયોએ શરતોનુ પાલન કર્યુ છે કે નહી.