અમદાવાદ વટવા જીઆઇડીસીમાં ગેસ ગળતરના લીધે 6 મજૂરોના મોત

Subscribe to Oneindia News

અમદાવાદમાં આવેલી વટવા જીઆઇડીસીમાં ગેસ ગળતર થતા 6 મજૂરોના કરૂણ મૃત્યુ થયા હતા, અને અન્ય 2 લોકોની હાલત ગંભીર. ગેસની અસર પામેલાને એલ.જી. હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ મામલે જાણ થતા ફાયરની ટીમ તેમજ એફ.એસ.એલની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ડીસીપી ઝોન-6 આર.ટી. સુસરાએ કહ્યું હતું કે, આઈપીસીની કલમ 304 હેઠળ સદોષ માનવવધનો ગુનો દાખલ કરી ફેક્ટરીના માલિક અને મજૂરો પૂરા પાડનાર કોન્ટ્રાક્ટર સામે હવે પગલાં લેવાશે.

gidc

મળતી માહિતી અનુસાર, અમદાવાદના વટવા જી.આઇ.ડી.સી ફેઝ 2 માં આવેલી એડવાન્સ ડાયસ્ટફ ઈન્ડસ્ટ્રીઝ નામની કેમિકલ ફેકટરીના મજૂરોને સોમવારે સવારે ટાંકીની સફાઈ કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. ટાંકીની સફાઇ કરી રહેલા 8 મજૂરો 11.30 વાગ્યાની આસપાસ અચાનક મજૂરો બેભાન થવા લાગ્યા હતા. આ ઘટનાની જાણ થતા ફાયરબિગ્રેડની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી, જેમાં પાંચ મજૂરોના સારવાર અપાય તે પહેલાં જ કરૂણ મોત નીપજ્યાં હતાં, જયારે અન્ય ત્રણને ગંભીર હાલતમાં એલ.જી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા તે પૈકી વધુ એક વ્યક્તિનું મોડી રાતે મોત નિપજયુ હતું. હજુ બે વ્યક્તિની સ્થિતિ ગંભીર છે.

English summary
6 laborers died due to gas turbidity in GIDC of Ahmedabad Vatva. Read more deteails..

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.