For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

7 April: અમદાવાદ એરપોર્ટ બન્યું નંબર વન

|
Google Oneindia Gujarati News

રોજે રોજ આપણા ગુજરાતમાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સ્થાનિક સમાચારો આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સ્થાનિક સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે.

આપ આ પેજ પર ગુજરાતના દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. ગુજરાતના ખૂણે ખૂણે બનતી ઘટનાઓ અને પળેપળના સમાચારોથી તમને રાખીશું અમે અપડેટ.

ગુજરાતના દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અમદાવાદ એરપોર્ટ બન્યું નંબર વન

અમદાવાદ એરપોર્ટ બન્યું નંબર વન

યાત્રીઓને બેસ્ટ સુવિધા અને સર્વિસ પૂરી પાડવામાં અમદાવાદનું સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય હવાઇમથકને આખા દેશમાં પ્રથમ નંબર પ્રાપ્ત થયો છે. એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં આ તારણ આવ્યું છે, કે સુવિધામાં અમદાવાદનું એરપોર્ટ આખા દેશમાં પ્રથમ સ્થાને અને વિશ્વમાં પાંચમાં ક્રમાંકે આવે છે.

સરકારી કર્મચારીઓને બખ્ખા, મળશે બમળી રકમ

સરકારી કર્મચારીઓને બખ્ખા, મળશે બમળી રકમ

રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને મકાન બનાવવા કે વાહન ખરીદી માટે જે એડવાન્સ રકમ ચૂકવવામાં આવતી હતી તેને બમણી કરી દેવામાં આવી છે, એટલે કે હવે સરકારી કર્મચારીઓને મકાન બાંધવા માટે 7.5 લાખના બદલે 15 લાખ રૂપિયા મળશે, જ્યારે વાહન ખરીદવા માટે 2.5 લાખના બદલે 5 લાખની રકમ પેશગી તરીકે મળશે.

ઉનાળો લઇને આવ્યો રોગ

ઉનાળો લઇને આવ્યો રોગ

હજી તો ઉનાળો બરાબર બેઠો નથી કે રોગોએ પોતાનું માથું ઉચક્યું છે, છેલ્લા સાત દિવસમાં ઝાડા-ઊલડીના 80 અને કમળાના 32 કેસ નોંધાયા છે.

800 કિલો કેરીનો કરાયો નાશ

800 કિલો કેરીનો કરાયો નાશ

ફળોનો રાજા એટલે કેરી. ઉનાળો આવી ગયો છે અને કેરીઓ પણ બજારમાં આવી ગઇ છે. પરંતુ આ કેરીઓ જો કાર્બાઇડથી તો પકવવામાં નથી આવીને એ વાતની સાવચેતી જરૂર રાખવી, નહીંતર એ આપના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. નરોડા નોબલનગર ફ્રુટ માર્કેટમાં લગભગ 800 કિલો જેટલી કેરી કાર્બાઇડથી પકવવામાં આવી હતી જેનો મ્યુનિસિપલ હેલ્થ વિભાગ દ્વારા દરોડા પાડીને નાશ કરવામાં આવ્યો છે.

વિશ્વ આરોગ્ય દિવસ

વિશ્વ આરોગ્ય દિવસ

 વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો... વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

હિંમતનગર માર્કેટયાર્ડમાં ખેડૂતોએ કરી તાળાબંધી

હિંમતનગર માર્કેટયાર્ડમાં ખેડૂતોએ કરી તાળાબંધી,ઘઉંની ટેકાના ભાવથી નીચી ખરીદી કરાતા હરાજી અટકાવી કરાઈ તાળાબંધી,પોલીસ ઘટનાસ્થળે

વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે CMનું ટ્વીટ

વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે CMનું ટ્વીટ

વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે આનંદીબહેનપટેલે કર્યું ટ્વીટ,સૌ મળીને સ્વસ્થ ભારતનું નિર્માણ કરીએ,ઉત્તમ આરોગ્યવાળા દેશનું કરીએનિર્માણ

English summary
7 April: Gujarat's top news read with pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X