8 એપ્રિલના રોજ ગુજરાતની તમામ અદાલતોમાં લોક અદાલતનું આયોજન

Subscribe to Oneindia News

8મી એપ્રિલના રોજ ગુજરાતની તમામ અદાલતોમાં રાષ્‍ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ લોક અદાલત દ્વારા પડતર કેસોનો ઝડપી નિકાલ થતાં કોર્ટો પર કેસોનું ભારણ ઘટશે લોક અદાલતના માધ્‍યમ દ્વારા કેસોનું સમાધાન અને નિરાકરણ લાવવામાં આવે છે. અને આવા અભિગમ દ્વારા સમગ્ર દેશમાં આવી લોક અદાલત યોજાઇ રહી છે. આ લોક અદાલતમાં ફોજદારી, નેગોશીએબલ ઇન્‍સ્ટ્રુમેન્‍ટ એક્ટ, બેંક વસૂલાત, લગ્ન સંબંધી, મજૂર વિવાદ, જમીન સંપાદન, મહેસુલ, દિવાની વગેરેને લગતા પેન્‍ડીંગ કેસ અને પ્રિ-લીટીગેશન કેસનો સમાવેશ કરવામાં આવે છે.

lok adalat

આ અદાલત દ્વારા કેસોનો નિવેડો લાવવા માંગતા પક્ષકારોએ હાઇકોર્ટ કાનૂની સેવા સમિતિ, જિલ્‍લા કાનૂની સેવા સત્તામંડળ, તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના સંયુક્ત સચિવશ્રીએ અપીલ કરી છે. જેથી બંન્ને પક્ષકારોના ઝડપી નિરાકરણ આવી જાય. ઉલ્લેખનીય છે કે લોક અદાલતના માધ્‍યમ દ્વારા ગુજરાતમાં 3,08,345 જેટલા કેસોનું સુખદ સમાધાન અને નિરાકરણ લાવવામાં આવ્‍યું છે. ચાલુ વર્ષે 11 ફેબ્રુઆરીના રોજ યોજાયેલ રાષ્‍ટ્રીય લોક અદાલતમાં 94,300 જેટલા કેસોનો નિકાલ કરવામાં આવ્‍યો હતો. વર્ષ-2016માં લોક અદાલત દ્વારા ૩ લાખથી વધુ કેસોનું નિરાકરણ લાવવામાં આાવ્‍યું છે.

English summary
8 April All Gujarat Courts will conduct Lok Adalat:Read Here more
Please Wait while comments are loading...