ભારતની પ્રથમ બુલેટ ટ્રેન માટે થયુ 63% ભૂમિ અધિગ્રહણ, જાણો ક્યારે દોડશે પાટા પર?
ભારતની પહેલી બુલેટ ટ્રેનને દોડવામાં હજુ પણ 5 વર્ષથી વધુનો સમય લાગી શકે છે. જાણો કારણ.
અમદાવાદઃ ભારતની પહેલી બુલેટ ટ્રેનને દોડવામાં હજુ પણ 5 વર્ષથી વધુનો સમય લાગી શકે છે. આ પ્રોજેક્ટમાં વિલંબ થવાનો અંદાજો એ વાતથી લાગી રહ્યો છે કે અમદાવાદથી મુંબઈ વચ્ચે જમીન અધિગ્રહણનુ કામ જ પૂરુ થઈ શક્યુ નથી. ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અત્યાર સુધી કુલ 63.4% જમીન જ અધિગ્રહણ કરવામાં આવી શકી છે.

ભૂમિ અધિગ્રહણ પર જ અટકી રેલ
જે રીતે ભૂમિ અધિગ્રહણમાં વિલંબ થઈ રહ્યો છે તેનાથી લાગે છે કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કમ્પ્લીટ થવામાં 5 વર્ષ વધુ લાગી જશે. એક અધિકારીએ જણાવ્યુ કે ગુજરાતમાં અત્યાર સુધી લગભગ 82 ટકા અને મહારાષ્ટ્રમાં લગભગ 23 ટકા ભૂમિ અધિગ્રહણ કરવામાં આવ્યુ છે. આ રૂટ પર આવતા ઘણા ખેડૂતો હજુ પોતાની જમીન છોડવા તૈયાર નથી. જો કે નેશનલ હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશનના અધિકારીઓનુ માનવુ છે કે ભૂમિ અધિગ્રહણ સમયસર પૂરુ થઈ જશે.

2023 સુધી પ્રોજેક્ટ પુરુ કરવાનુ લક્ષ્ય
નેશનલ હાઈ સ્પીડ રેલ કૉર્પોરેશનના એમડીએ ગયા વર્ષે જ એ કહી દીધુ હતુ કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને 2023 સુધી પૂરુ કરવાનુ લક્ષ્ય રાખવામાં આવ્યુ છે. રેલવે બોર્ડના ચેરમેન વી કે યાદવે હાલમાં જ જણાવ્યુ કે પ્રોજેક્ટ માટે 1396 હેક્ટર ભૂમિનુ અધિગ્રહણ થવાનુ છે. કુલ 1396 હેક્ટરમાંથી અત્યાર સુધી 885 હેક્ટર ભૂમિનુ અધિગ્રહણ થઈ ચૂક્યુ છે જે લગભગ 63.4 ટકા થાય છે. તમને જણાવી દઈએ કે એમએમઆરસી-એમસીજીએમથી વધુ નેશનલ હાઈસ્પીડ રેલ કૉર્પોરેશન લિમિટેડ વૃક્ષો કપાવી રહી છે. આનુ કારણ છે કે હાઈકોર્ટે એનએચએસઆરસીએલને રોક્યુ નથી.

કયા જિલ્લામાં કેટલી ભૂમિ અધિગ્રહિત કરવાની છે?
ગુજરાતના રાજસ્વ મંત્રી નિતિન પટેલ અનુસાર વિગત 3 વર્ષોમાં બુલેટ ટ્રેન પરિયોજના માટે રાજ્યના 8 જિલ્લામાં 74,62,493 વર્ગ મીટિર ભૂમિના અધિગ્રહણની પ્રક્રિયા ચાલી. જે હેઠળ આણંદમાં 47,7672 વર્ગમીટર, ખેડામાં 1093987વર્ગ મીટર, વડોદરામાં 951783 વર્ગમીટર, ભરુચમાં 1283814 વર્ગ મીટિર, સુરતમાં 109,389 વર્ગ મીટર, નવસારીાં 862088 વર્ગ મીટર અને વલસાડમાં 109,389 વર્ગ મીટર જમીનનુ અધિગ્રહણ કરવામાં આવી રહ્યુ છે. એટલે કે ગુજરાતમાં કુલ 746 હેક્ટર જમીન અધિગ્રહિત કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. એનએચએસઆરસીએલે કહ્યુ હતુ કે એક વૃક્ષના બદલે 10 વૃક્ષો લગાવીશુ જ્યારે જોવામાં આવે તો નિયમોનુ પાલન યોગ્ય રીતે નથી થઈ રહ્યુ. અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે પણ હજારો વૃક્ષોને કાપવામાં આવ્યા હતા. બંને પરિયોજનાઓ માટે પુનઃ વૃક્ષારોપણ કરવામાં આવ્યુ નથી. ઉલટા બુલેટ ટ્રેન માટે હજારો વૃક્ષો કાપવાની મંજૂરી આપવામાં આવી.

તો ક્યાં સુધી રુટ પર દોડી શકે છે બુલેટ ટ્રેન?
ગયા વર્ષે એનએચઆરસીએલા મેનેજિંગ ડાયરેક્ટર અચલ ખરેએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આવી રહેલ અડચણોનો ઉલ્લેખ કર્યો હતો જેમાં ખરેએ એ પણ જણાવ્યુ હતુ કે બુલેટ ટ્રેન ક્યાં સુધી રૂટ પર દોડી શકે છે. તેમણે કહ્યુ હતુ કે દેશની પહેલી હાઈ સ્પીડ ટ્રેન 2023ના અંત સુધી દોડી શકે છે. આ હાઈ સ્પીડ રેલની ગતિ 320 કિમી પ્રતિ કલાક હશે. આમાં સફર કરવા માટે લગભગ 3000 રૂપિયા ચૂકવવા પડશે. માત્ર 2.07 કલાકમાં આના દ્વારા 508 કિમીનુ અંતર કાપી શકાશે.
-
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું












Click it and Unblock the Notifications
