For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાએ ગુજરાતના 800 બાળકો પરથી માતા-પિતાનો છાંયો છીનવી લીધો

કોરોનાએ ગુજરાતના 800 બાળકો પરથી માતા-પિતાનો છાંયો છીનવી લીધો

|
Google Oneindia Gujarati News

કોરોના મહામારીમાં ગુજરાતભરમાં 800 જેવા બાળકોએ પોતાના માતા-પિતાનો છાંયો ગુમાવી દીધો છે. 3100 બાળકો એવાં છે જેમણે માતા અથવા તો પિતાને ગુમાવી દીધા હોય. આવા બાળકોની મદદ કાજે ગુજરાત સરકાર આગળ આવી છે. જે અંતર્ગત આ બળકોના પાલન-પોષણ અને શિક્ષણ માટે ચાર હજાર રૂપિયા આપવામાં આવશે. આ રાશિ તેમના માતા અથવા પિતાના બેંક ખાતામાં જમા થશે. માતા-પિતાનો સહારો ગુમાવી દીધો હોય તેવા 220 બાળકો 10 વર્ષથી ઓછી ઉંમરના છે, 574 બાળકો 10થી 18 વર્ષની ઉંમરના છે. જ્યારે માતા અથવા પિતાનો સાથ ગુમાવી દીધો હોય તેવા 1377 બાળકો 10 વર્ષથી ઓછી ઉંમરના છે અને 1721 બાળકો 10થી 18 વર્ષના છે.

coronavirus

કોરોનાકાળમાં માતા-પિતા ગુમાવનાર આવા સૌથી વધુ બાળકો રાજકોટ જિલ્લામાં નોંધાયાં છે. જ્યારે કચ્છ અને ભાવનગર જિલ્લામાં 42-42, અમદાવાદ જિલ્લામાં 37, આણંદ જિલ્લામાં 40 અને વડોદરા જિલ્લામાં 33 બાળકો છે. જ્યારે માતા-પિતાને ગુમાવનાર સૌથી ઓછી છ બાળકો છોટાઉદેપુર જિલ્લામાં નોંધાયાં છે. સૌથી વધુ અરવલ્લિ જિલ્લામાં 321 બાળકોએ પોતાના માતા-પિતા ગુમાવ્યા છે.

ભાવનગરમાં 268, રાજકોટમાં 180, સુરતમાં 128 અને અમદાવાદમાં 54 બાળકો રજિસ્ટર થયાં છે. આવા બાળકોના પાલન, શિક્ષણ, સ્વાસ્થ્ય અને સ્વરોજગાર માટે પ્રશિક્ષણ, લોન અને સહાયતા માટે મુખ્યમંત્રી બાલ સેવા યોજના લાગૂ કરી સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે પ્રસ્તાવ કર્યો છે. આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું કે 18 વર્ષ સુધી જે બાળકોના માતા પિતાનું કોરોનાથી નિધન થયું હોય તેમના બાળકોને આ યોજનાનો લાભ આપવામાં આવશે. આ ઉપરાંત જે બાળકોના માતા અથવા પિતાનું મોત કોરોના મહામારી પહેલા થયું હોય અથવા તે બાદ થયું હોય તો તેવા કિસ્સામાં પણ બાળકોને આ યોજનાનો લાભ આપવામાં આવશે.

કોરોના પહેલાં પોતાના માતા અથવા પિતા ગુમાવી દીધા હશે તેવા બાળકોને પણ આ યોજનાનો લાભ મળશે. જલદી જ ગુજરાત સરકાર આ યોજના પ્રારંભ કરી શકે છે.

English summary
800 children lost their parents due to coronavirus in gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X