• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દાહોદ ખાતે કરી

|
Google Oneindia Gujarati News

આદિજાતિ વિસ્તાર દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વ આદિવાસી દિવસની રાજયવ્યાપી ઉજવણીનો પ્રારંભ કરાવતા રાજ્યના આદિજાતિ વિસ્તારો માટે રૂ. ૧૬૦૦ કરોડના ૫૬૯૦ જેટલા વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા હતા.

મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ઝાલોદમાં વિશ્વ આદિવાસી દિનની રાજ્ય કક્ષાની ઉજવણી સાથે રાજયના વિવિધ આદિજાતી વિસ્તારોમાં ૨૬ સ્થાનો પર એક સાથે થયેલી ઉજવણીમાં વિધાનસભાના અધ્યક્ષ સહિત મંત્રી મંડળના સભ્યો સહભાગી થયા હતા

આ બે દાયકામાં રૂ. ૨૦૭૪૫ કરોડના વિકાસ કામો થકી આદિવાસીઓનું જીવન વધુ સરળ બનાવ્યું છે અને તેમને વિકાસના રાહ પર લાવ્યા છીએ. આદિજાતિ વિભાગના બજેટમાં ક્રમશઃ જંગી વધારો કરીને વર્ષ ૨૦૨૧ ૨૨ માં રૂ. ૨૬૫૬.૪૦ કરોડની આદિજાતિ બાંધવો માટે જોગવાઇ કરી છે. મુખ્યમંત્રીએ આદિજાતિ વિભાગના વિવિધ યોજનાકીય લાભોનું લાભાર્થીઓને વિતરણ કરવા સાથે બિરસા મુંડા યુનિવર્સિટીના લોગોનું અનાવરણ અને તેજસ્વી છાત્રોનું બહુમાન પણ કર્યું હતું

આદિવાસી વિસ્તારોમાં થયેલા જનકલ્યાણના કામોની ભૂમિકા આપતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વનબંધુ કલ્યાણ યોજના અમલી બનાવી ગુજરાતમાં આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસના દ્વાર ખોલી આપ્યા છે. આદિવાસીઓના રોજગાર, શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓ માટે અત્યાર સુધીમાં રૂ. એક લાખ કરોડનો ખર્ચ કર્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.

તેમણે એમ પણ કહ્યું કે, પેસા કાયદાનો સુદ્રઢ અમલ કરી અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટાના ૧૪ જિલ્લાના ૫૩ તાલુકાના ૪ હજાર કરતા વધુ ગામોના ૯૦ લાખ આદિવાસીઓને વિશેષ અધિકારો આ સરકારે આપ્યા છે.

ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે, શહેરોમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓ માટે ખાસ છાત્રાલયો, એકલવ્ય અને મોડેલ સ્કૂલ્સ, ગોધરામાં ગોવિંદ ગુરુ અને રાજપીપળામાં બિરસા મુંડા યુનિવર્સિટીનું નિર્માણ કરી આદિવાસી છાત્રો માટે શિક્ષણના નવા આયામો આપવામાં આવ્યા છે.

ગુજરાતની આદિવાસી સંસ્કૃતિને દેશવિદેશના પ્રવાસીઓ માણે તે માટે કેવડિયા ખાતે રૂ. ૧૩૦ કરોડના ખર્ચે નેશનલ ટ્રાયબલ મ્યુઝિયમ બનાવવામાં આવી રહ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.

આદિવાસી જિલ્લાના ૧૧ લાખ એકર વિસ્તારને વિવિધ સિંચાઇ યોજનાનો લાભ આપી હરિયાળા બનાવવા સાથે આદિવાસી વિસ્તારના ૯૮ ટકા રેવન્યુ ગામોને પાકા રસ્તાથી જોડવામાં આવ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ આદિવાસી બંધુઓને વિકાસના વર્તમાન પ્રવાહો સાથે જોડી ટ્રાયબલ ડેવલપમેન્ટનું એક નવું મોડેલ દુનિયાને આપ્યું છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. ભારતને અંગ્રેજ શાસનમાંથી આઝાદ કરવામાં આદિવાસી બાંધવોનું બલિદાન અનન્ય રહ્યું છે. રાજ્ય સરકારે આદિવાસીઓના આ બલિદાનને વિશ્વ સમક્ષ ઉજાગર કર્યું છે. પાલ દઢવાવના શહીદોની યાદમાં વન અને ગોવિંદ ગુરુની સ્મૃતિમાં તેમના નામ સાથેની યુનિવર્સિટી ઉપરાંત રાજપીપલા ખાતે રૂ. ૩૪૧ કરોડના ખર્ચથી બિરસા મુંડા યુનિવર્સિટીનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

English summary
99,000 claims sanctioned under Forest Rights Act
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X