For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગોકળગઢમાં વિપુલ ચૌધરી બોલ્યા - સમાજને ઘંટડી વગાડવાનો વારો આવ્યો છે

અર્બુદા સેનાના નેજા હેઠળ મહેસાણા જિલ્લામાં આવેલા ગોકળગઢમાં વિપુલ ચૌધરી દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ખેતી બેન્કના પૂર્વ ચેરમેન અને ભાજપ આગેવાન ધીરેન ચૌધરી પણ જોડાયા હતા.

|
Google Oneindia Gujarati News

અર્બુદા સેનાના નેજા હેઠળ મહેસાણા જિલ્લામાં આવેલા ગોકળગઢમાં વિપુલ ચૌધરી દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ખેતી બેન્કના પૂર્વ ચેરમેન અને ભાજપ આગેવાન ધીરેન ચૌધરી પણ જોડાયા હતા. ગોકળગઢમાં વિપુલ ચૌધરી દ્વારા યોજાયેલી સભામાં સાકર તુલા પણ કરવામાં આવી હતી. આ સભામાં વિપુલ ચૌધરીએ જણાવ્યું હતું કે, એક સમયે સરકારમાં જે સમાજના બે મંત્રીઓ હતા એ ચૌધરી સમાજ આજે ઘંટડી વગાડી રહ્યો છે.

Vipul Chaudhary

મહેસાણા જિલ્લામાં વિવિધ સ્થળો પર વિપુલ ચૌધરી સતત સભાઓ યોજી રહ્યા છે. વિપુલ ચૌધરીના સમર્થનમાં મહેસાણા જિલ્લામાં આવેલા જોટાણા તાલુકાના ગોકળગઢ ગામ ખાતે અર્બુદા સેના મહેસાણાના નેજા હેઠળ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભામાં વિપુલ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પોતાની પાર્ટી હોવા છતાંપણ ચૌધરી સમાજ આજે ઘંટડી વગાડી રહ્યો છે.

વિપુલ ચૌધરી વધુમાં જણાવ્યું હતું કે, એક સમયે કેન્દ્ર અને રાજ્ય સરકારમાં આંજણા મંત્રી હતા. આજે કોંગ્રેસના 2 MLA હોવા છતાં ઘંટડી વગાડવાનો વારો આવ્યો છે. જોટાણા તાલુકામાં આવેલા ગોકળગઢ ગામ ખાતે યોજાયેલી સભામાં વિપુલ ચૌધરીની સાકર તુલા કરાઇ હતી. આ સભાઓ થકી જિલ્લામાં પ્રસરેલી અસહકારની ભાવના સામે સહકારની ભાવના લાવવા તેમજ ખાનગી ડેરીઓમાં જતા દૂધને સહકારમાં લાવવાના પ્રયાસ માટે કરતા હોવાનો વિપુલ ચૌધરીએ સૂર આલાપ્યો છે.

વિપુલ ચૌધરીની આ વાતનું સમર્થન ખેતી બેંકના પૂર્વ ચેરમેન અને ભાજપ આગેવાન ધીરેન ચૌધરીએ કર્યું છે. આ સાથે જ ધીરેન ચૌધરી દ્વારા કેટલીક રાજકીય આંટીઘૂંટીમાં સમાજને પડેલી સમસ્યાઓ વિશે રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત વિપુલ ચૌધરી દ્વારા આ સભામાં "એક સમયે ભારત સરકાર અને રાજ્ય સરકારમાં આંજણો મંત્રી હતો, જોકે આજે કોંગ્રેસના 2 ધારાસભ્યો હોવા છતા સમાજને ઘંટડી વગાડવાનો વારો આવ્યો છે, માટે સંશોધન કરી આગળની રણનીતિ ઘડીશું" તેવું નિવેદન આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, દૂધ સાગર ડેરીમાં શાસકો અને પૂર્વ શાસકો વચ્ચે સર્જાયેલો વિવાદે ભારે જોર પકડ્યું હતું. આ વચ્ચે વિપુલ ચૌધરી દ્વારા ગુંજા ગામ ખાતે અર્બુદા સેનાની રચના કરવામાં આવી હતી. જે બાદ ખેરાલુ , વડનગર અને સતલાસણા તાલુકાના સંયુક્ત સહકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ જ્ઞાતિઓના અગ્રણીઓને સાથે રાખી વિપુલ ચૌધરી દ્વારા હાલની દૂધ સાગર સામે દૂધસાગર સૈનિકો તૈયાર કરવામાં આવ્યા હતા.

આ સભામાં વિપુલ ચૌધરીએ હાલના શાસકો દ્વારા પાંચ વર્ષ અગાઉ વહીવટદારમાં શાસનમાં પણ 1.50 કરોડનો ચેક આપી રોકડ ઉપાડી લીધી હોવાની ગેરરીતિ કરવામાં આવી હોવાના આક્ષેપો કરી તેનું વળતર મેળવવા માટે દૂધ સાગર સૈનિકો અને અર્બુદા સેનાને ઠરાવ પસાર કરી તંત્રને આપી કાર્યવાહી કરાવવા આહ્વાન કરવામાં આવ્યું છે.

English summary
A meeting was organized by Vipul Chaudhary in Gokalgarh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X