For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ચૂંટણીપંચ દ્વારા રાજ્યકક્ષાનો વર્કશૉપ યોજાયો!

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ હવે નજીકના સમયમાં યોજાનાર છે. ત્યારે, મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ હવે નજીકના સમયમાં યોજાનાર છે. ત્યારે, મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા ચૂંટણીલક્ષી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જેમાં ચૂંટણી પ્રક્રિયાના સૌથી મહત્વના અંગ ગણાતા ઈલેક્ટ્રોનિક વોટીંગ મશીન (EVM)નું FLC એટલે કે ફર્સ્ટ લેવલ ચેકીંગ હાથ ધરવામાં આવનાર છે. જેને અનુલક્ષીને ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે EVMના FLC અંગે રાજ્યકક્ષાનો વર્કશોપ યોજાયો હતો.

Mahatma Mandir

આ પ્રસંગે મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ ભારતના ચૂંટણી પંચ દ્વારા યોજાતાં પ્રથમ તબક્કાના FLC વર્કશૉપની અગત્યતા પર ભાર મૂક્યો. EVM અને VVPAT અંગેની પારદર્શિતા અને ટેકનિકલ બાબતે ચૂંટણીપંચના અધિકારીઓ દ્વારા સમજ આપવામાં આવી હતી. EVMના મેન્યુફેક્ચરિંગ ફિચર્સ, ફર્સ્ટ લેવલ ચેકિંગ અને તે દરમ્યાન કરવામાં આવનાર સુપરવિઝન સમયે કઈ બાબતો ધ્યાનમાં રાખવી તે સહિતનું વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. BHEL ના એન્જિનિયર્સ દ્વારા EVM અને VVPATનું નિદર્શન અને ઉપયોગ અંગેની તાલીમ આપવામાં આવી હતી. ચૂંટણી અધિકારીઓ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના નિરાકરણ કરવામાં આવ્યા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આ વર્ષમાં યોજાનાર છે ત્યારે મતદારયાદી સુધારણા કાર્યક્રમ અને મતદાન મથકો નક્કી કરવા સહિતની પ્રક્રિયાની સાથે સાથે ચૂંટણી પ્રક્રિયાના પાયારૂપ EVMના ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવનાર છે ત્યારે EVMના FLC અંગેનો વર્કશૉપ આ પ્રક્રિયાને વધુ ચોકસાઈપૂર્ણ બનાવવામાં અને પારદર્શી, નિષ્પક્ષ, મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ સુનિશ્ચિત કરવામાં મદદરૂપ થશે.

આ વર્કશોપમાં રાજ્યના વિવિધ જિલ્લાના ચૂંટણી અધિકારીઓ, અધિક જિલ્લા ચૂંટણી અધિકારીઓ તથા FLC સુપરવાઈઝર્સને તાલીમ માટે મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ વર્કશૉપમાં ભારતના ચૂંટણી પંચના સચિવ મધુસુદન ગુપ્તા તથા ઉપસચિવ ઓ.પી. સહાની, ગુજરાતના અધિક મુખ્ય ચૂંટણી અધિકારી આર.કે. પટેલ, સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી અજય ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.

English summary
A state-level workshop was held by the Election Commission at Gandhinagar Mahatma Mandir!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X