For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસનો ગઢ ગણાતી ગાંધીનગર ઉત્તર વિધાનસભા પર ત્રિપાંખીયો જંગ!

રાજ્યના પાટનગર અને ગ્રિન સિટીની ઓળખ ધરાવતા ગાંધીનગર શહેરનો સમાવેશ ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં કરવામાં આવે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

રાજ્યના પાટનગર અને ગ્રિન સિટીની ઓળખ ધરાવતા ગાંધીનગર શહેરનો સમાવેશ ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં કરવામાં આવે છે. આ બેઠકમાં ગાંધીનગર શહેર અને મહાનગરપાલિકાના 6 ગામો તેમજ તાલુકાના ગામોનો સમાવેશ થાય છે. જેમાં ખાસ કરીને ઇન્દ્રોડા, બોરિજ, ધોળાકુવા, આદિવાડા, પેથાપુર, પાલજ અને ગોકુળપુરાનો તેમજ ગાંધીનગર તાલુકાના અન્ય ગામોનો સમાવેશ થાય છે. જેમાં આ બેઠકના મતદારોની વાત કરવામાં આવે તો, ગાંધીનગર ઉત્તરમાં 1.35 લાખ પુરૂષ મતદારો અને 1.25 લાખ સ્ત્રી મતદારો મળીને કૂલ 2.60 લાખ મતદારોનો સમાવેશ આ બેઠકમાં કરવામાં આવ્યો છે.

gandhinagar

ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં શહેરી મતદારોનો સમાવેશ કરવામાં આવતો હોવાના કારણે આ બેઠકમાં સચીવાલય અને સરકારી કર્મચારીઓ અને નિવૃત અધિકારીઓ મોટી સંખ્યામાં મતદારો છે. આ ઉપરાંત 45 હજાર જેટલા એસસી અને એસટી કાસ્ટના મતો અને 30 હજાર ઠાકોર મતદારો મુખ્ય સંખ્યામાં છે. આ ઉપરાંત પાટીદારો 22 હજાર જેટલા અને બ્રાહ્મણ મતદારો 20 હજાર જેટલા નોંધાયેલા છે. ખાસ કરીને એસસી અને ઠાકોર મતદારોના પ્રભુત્વવાળી આ બેઠક ભાજપ માટે કઠીન છે.

2017ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પરથી કોંગ્રેસના સી.જે. ચાવડાએ ભાજપના સિટીંગ ધારાસભ્ય અશોક પટેલને પરાજીત કર્યા હતા. ત્યારે, 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપમાંથી પૂર્વ મેયર રીટા પટેલને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે, કોંગ્રેસમાંથી વિરેન્દ્ર સિંહ વાઘેલાને ટિકિટ આપવામાં આવી છે. આમ આદમી પાર્ટીએ પણ મુકેશ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. જેઓ કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ રહી ચુક્યા છે. આ ત્રણે વચ્ચે સીધો મુકાબલો હોવાના કારણે રાજકીય રીતે ત્રિપાંખીયો જંગ સર્જાયો છે.

English summary
A three-way battle for Congress stronghold Gandhinagar North Legislative Assembly
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X