For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાયક્લોન વાયુઃ AAIએ ગુજરાતના આ એરપોર્ટ પર ફરીથી શરૂ કરી સેવાઓ

એએઆઈએ ચક્રવાતના કારણે બંધ કરેલ એરપોર્ટની સ્થિતિ વિશે સમીક્ષા કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર અમુક એરપોર્ટ પર ગુરુવારે રાતે 12 વાગ્યાથી હવાઈ સેવાઓ ફરીથી શરૂ થઈ.

|
Google Oneindia Gujarati News

ગુજરાતના ચક્રવાતી તોફાન 'વાયુ'નો ખતરો ટળી ગયો છે. ચક્રવાતી તોફાન વાયુએ પોતાની દિશા બદલી દીધી છે અને હવે તે ગુજરાતમાં લેંડફોલ નહિ કરે. હવામાન વિભાગની આ જાણકારી બાદ હવે એએઆઈએ ચક્રવાતના કારણે બંધ કરેલ એરપોર્ટની સ્થિતિ વિશે સમીક્ષા કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર અમુક એરપોર્ટ પર ગુરુવારે રાતે 12 વાગ્યાથી હવાઈ સેવાઓ ફરીથી શરૂ થઈ. તમને જણાવી દઈએ કે વાયુ તોફાનો ભલે દિશા બદલી હોય પરંતુ રાજ્યને સાવચેતી રૂપે 24 કલાક સુધી હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યુ છે.

airport

ગુરુવારે સાંજે એએઆઈ તરફથી જાહેર કરાયેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે એરપોર્ટની સ્થિતિની સમીક્ષા બાદ ગુરુવારે રાતે 12 વાગ્યાથી કંડલા અને કેશોદ હવાઈ મથકો પર પરિચાલન ફરીથી શરૂ કરી દેવામાં આવશે. આ ઉપરાંત દીવ અને પોરબંદર એરપોર્ટ પર પણ શુક્રવારે સવારે 10 વાગ્યાથી સામાન્ય હવાઈ સેવાઓ શરૂ થઈ જશે. ભાવનગર એરપોર્ટને બંધ રાખવાનો નિર્ણય શુક્રવારે સાંજે 6 વાગ્યા સુધી માટે જળવાઈ રહેશે. ત્યારબાદ ત્યાં પણ સામાન્ય સ્થિતિ શરૂ થઈ જશે.

તમને જણાવી દઈએ કે આધારભૂત સંરચનાને નુકશાનથી બચાવવા માટે એએઆઈએ બુધવારે 24 કલાક માટ પોરબંદર, દીવ, ભાવનગર, કેશોદ અને કંડલા હવાઈ મથકો પર વિમાનોનું પરિચાલન રોકી દીધુ હતુ. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચક્રવાતી તોફાન વાયુ પર થયેલી બેઠકમાં કહ્યુ છે કે હવામાન વિભાગની માહિતી અનુસાર ગુજરાત પર ખતરો બનીને આવી રહેલ ચક્રવાત વાયુ હવે ઓમાન તરફ વળી ગયુ છે. પરંતુ તેમછતાં આગામી 24 કલાક ગુજરાત માટે મહત્વના રહેશે. આ દરમિયાન સ્થાનિક પ્રશાસન અને એનડીઆરએફની ટીમો હાઈ એલર્ટ પર રહેશે. પ્રભાવિત 10 જિલ્લાઓના બધી શાળા, કોલેજે શુક્રવારે પણ બંધ રહેશે. ગુજરાતમાં સાંજે ચાર વાગ્યા આસપાસ 28 તાલુકામાં વરસાદ થયો. વાયુથી પ્રભાવિત કુલ 2,251 ગામોમાં વિજળી ડૂલ છે. વળી, લગભગ 1924 ગામોમાં વિજળી ફરીથી ચાલુ કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ AN-32 એરક્રાફ્ટ દુર્ઘટનામાં વાયુસેનાના આ 13 જવાન અને ઑફિસર શહીદ થયાઆ પણ વાંચોઃ AN-32 એરક્રાફ્ટ દુર્ઘટનામાં વાયુસેનાના આ 13 જવાન અને ઑફિસર શહીદ થયા

English summary
AAA reviewed status of airports resume normal flight operation from thursday modnight in gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X