ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની હાજરીમાં આપના ઉદયસિહ ચૌહાણને ભાજપાં જોડાયા
આજે મહિસાગર જીલ્લાના ભાજપના પુર્વ પ્રમુખ જે.પી પટેલ તેમજ બાલાસિનોરથી આમ આદમી પાર્ટીના વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર ઉદયસિંહ ચૌહાણ તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ખેસ અને ટોપી પહેરાવીને તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં આવકાર્યા હતા.

આ કાર્યક્રમમાં જે.પી.પટેલે સંબોધન કરતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીના નેતૃત્વમાં આજે મારી સાથે લુણાવાડા વિઘાનસભાના 500 કાર્યકર્તાઓ જેમાં તાલુકા પંચાયતના સભ્યો,કોર્પોરેટર,સંગઠનના હોદેદારોએ ભાજપમા પુન: પ્રવેશ મેળવ્યો છે. ભાજપમાં હું 30 વર્ષથી સૈનિક હતો અને છું, આગામી લોકસભામાંની ચૂંટણીમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પર વિશ્વાસ મુકીને અમારા કાર્યકરો ચૂંટણીની કામગીરમા લાગી જશે. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ન માત્ર આપણા પરંતુ વિશ્વના નેતા છે તેમની સાથે કામ કરવાનું અમારુ ગૌરવ છે. પાર્ટીના નેતાશ્રીઓ અને કાર્યકરોએ અમને પ્રવેશ આપ્યો તે બદલ આભાર વ્યકત કરુ છું.
ઉદયસિંહ ચૌહાણએ જણાવ્યું કે,દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહની વિકાસની રાજનીતીથી પ્રેરાઇ આજે હું ભાજપમાં જોડાયો છું. હું પહેલાથી જ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી જોડાયેલો છું. પરંતુ કોઇક કારણો સર પાર્ટી છોડી હતી. આગામી સમયમાં પંચમહાલ લોકસભાની સીટ ભાજપ સૌથી વધુ મતોથી જીતે તે માટે પ્રયાસ કરીશું.












Click it and Unblock the Notifications
