ઊંઝામાં કેજરીવાલનો થયો વિરોધ, અ'વાદમાં મળ્યા મૃતકના પરિવારને

Posted By:
Subscribe to Oneindia News

નોંધનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતના પ્રવાસ પર છે. 2017ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેજરીવાલની આ રાજકીય પ્રવાસ, ગુજરાતના રાજકારણમાં મહત્વનો ભાગ ભજવી રહી છે. ત્યારે કેજરીવાલ આજે ક્યાં જશે, કોને મળશે તેની તમામ તસવીરો અને જાણકારી વાંચો અહીં. વધુ લેટેસ્ટ અપટેડ માટે આ પેઝ રિફ્રેશ કરતા રહો...

PM મોદીએ કહ્યું સેના બોલતી નથી, પરાક્રમ કરે છે

નિમેષ પટેલનો પરિવાર

નિમેષ પટેલનો પરિવાર

અરવિંદ કેજરીવાલ આજે અમદાવાદ ખાતે નિમેષ પટેલના પરિવારને મળ્યા હતા. નિમેષની મૃત્યુ પાટીદાર આંદોલન વખતે થયેલી અથડામણમાં થઇ હતી.

કેજરીવાલનો વિરોધ

કેજરીવાલનો વિરોધ

ગુજરાતની મુલાકાત પહેલા જ ઠેર ઠેર પોસ્ટરો દ્વારા કેજરીવાલનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારે ઊંઝા ખાતે પણ ઊમિયા માતાના દર્શન કરવા પહોંચેલા અરવિંદ કેજરીવાલનો કેટલાક લોકોએ કાળા પોસ્ટર દર્શાવીને વિરોધ કર્યો હતો.

ફિક્સ પગાર પર કેજરીવાલ

ફિક્સ પગાર પર કેજરીવાલ

વધુમાં અરવિંદ કેજરીવાલ આજે મીડ ડે મીલના કર્મચારીઓને મળી તેમના પ્રશ્નો સાંભળ્યા હતા. નોંધનીય છે કે ગુજરાતમાં ફિક્સ પગારનો પ્રશ્ન દિવસેને દિવસે વિકટ બની રહ્યો છે.

ઊમિયા માતાના દર્શન

ઊમિયા માતાના દર્શન

જો કે વિવાદ અને વિરોધની વચ્ચે પણ અરવિંદ કેજરીવાલે ઊમિયા માતાના દર્શન કરી. વિધિવત પૂજા અર્ચના કરી હતી.

ઊંઝા નગરપાલિકા

ઊંઝા નગરપાલિકા

વધુમાં ઊંઝા નગરપાલિકા ખાતે પણ અરવિંદ કેજરીવાલને સત્કારવામાં આવ્યા હતા.

ઉમિયા માતાના દર્શન

ઉમિયા માતાના દર્શન

જે બાદ કેજરીવાલ ઉમિયા માતાના દર્શન કર્યા. નોંધનીય છે સમગ્ર રસ્તે પાટીદાર નેતાઓ પણ અરવિંદ કેજરીવાલની સાથે જોડાયા હતા.

કામલી ગામ

કામલી ગામ

ત્યાંથી તે ઉંઝાના કામડી ગામે જવા રવાના થયા અહીં તે રબારી સમાજના લોકોને પણ મળ્યા અને તેમની પાઘડી પણ પહેરી.

રસ્તા પર લોકોની પડાપડી

રસ્તા પર લોકોની પડાપડી

નોંધનીય છે કે કેજરીવાલના કાફલા સાથે પાટીદારો પણ જોડાયા છે. અને લોકો મોટી સંખ્યામાં રસ્તામાં અરવિંદ કેજરીવાલને મળવા માટે પડાપડા કરી રહ્યા હતા.

સરદાર પટેલના પૂતળાને ફૂલહાર

સરદાર પટેલના પૂતળાને ફૂલહાર

અરવિંદ કેજરીવાલે આજે તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસની શરૂઆત મહેસાણા ખાતે સરદાર પટેલની પ્રતીમાને ફૂલહાર ચઢાવીને કરી. અહીં તેમણે પાટીદારો સાથે જય સરદાર અને જય પાટીદારના નારા લગાવ્યા.

English summary
Read here aap leader Arvind Kejriwal Gujarat visit all latest news.
Please Wait while comments are loading...