વેરાવળ રોડ પર થયો ગોજારો અકસ્માત, 12 ઇજાગ્રસ્ત

Posted By:
Subscribe to Oneindia News

ગીર સોમનાથના વેરાવળ રોડ પાસે એક ગોજારો અકસ્માત થયો છે. વેરાવળ રોડના સીલોજ ગામ પાસે ફોરવિલ કાર અને મજૂરો ભરેલ છકડા રીક્ષાના સામ સામે ટકરાવાથી અકસ્માત થયો છે. નોંધનીય છે કે જ્યારે અકસ્માત થયો ત્યારે છકડામાં મોટી સંખ્યામાં મહિલા મજૂરો હતી.

accident una

ત્યારે આ અકસ્માતમાં મહીલાઓ સહીત 12થી 13 લોકોને ગંભીર ઈજા થઇ. જે બાદ ઇજાગ્રસ્ત લોકોને ઉનાની મહેતા હોસપીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઇની મોતના ખબર આવ્યા નથી. ત્યારે આ સમગ્ર પ્રકરણ કેવી રીતે થયું તે અંગે સ્થાનિક પોલીસે ધટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથે લીધી છે.

English summary
Accident near Veraval road,12- 13 people injured.
Please Wait while comments are loading...