ભરુચના વતનીઓનો રાજસ્થાનમાં ગમખ્વાર અકસ્માત, 5 ના મોત, 5 ઘાયલ

Subscribe to Oneindia News

ભરુચ જિલ્લાના વતનીઓનો રાજસ્થાનના સિહોરી પાસે ગમખ્વાર અકસ્માત થતા એક જ પરિવારના 5 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે 5 વ્યક્તિઓને ગંભીર ઇજાઓ થવા પામી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

accident


બનાવની વિગત એવી છે કે દિવાળીનું વેકેશન હોવાને કારણે ભરુચ જિલ્લાનો એક પરિવાર રાજસ્થાનમાં દર્શનાર્થે ગયો હતો. રામદેવરાથી પરત ફરથી વખતે સિહોરી પાસે આજે વહેલી સવારે તેમની જીપને એક ટ્રકે અડફેટે લેતા આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. ટ્રકચાલક અકસ્માત થયા બાદ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે એક જ પરિવારના 5 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય 5 વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મૃતકોને સિહોરીની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. ભરુચમાંથી પરિવારના અન્ય સભ્યો રાજસ્થાન પહોંચવા માટે રવાના થયા છે.

English summary
accident occured in rajasthan, 5 dead, 5 injured in gujarati family
Please Wait while comments are loading...