અમદાવાદ ઇન્દોર હાઇવે પર અકસ્માતમાં 13નાં મોત
અમદાવાદથી મધ્યપ્રદેશ જતી તુફાન જીપને નડ્યો અકસ્માત. મજૂર કામ સાથે જોડાયેલા એક જ પરિવારના 13 લોકોની મોત. 9 ગંભીર રીતે ઇજાગ્રસ્ત. વધુ વાંચો અહીં.
ખેડા જિલ્લાના કઠલાલ પાસે અમદાવાદ ઇન્દોર હાઇવે પર સોમવારે મોડી રાતે તુફાન જીપ તથા ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 13 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 9 મુસાફરો ને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પોલીસ ના જણાવ્યા મુજબ તમામ મુસાફરો મધ્ય પ્રદેશના વતની હતા અને અમદાવાદના ધોળકામાં આવેલા ખેતરમાં મજૂર તરીકે કામ કરતા હતા. સોમવારે મધ્યપ્રદેશ ખાતે કોઈ વડીલનું અવસાન થતાં મજૂરો મધ્યપ્રદેશ તેમની અંતિમયાત્રા માં જાવા નું નક્કી કર્યું હતું અને તુફાન જીપ ભાડે કરી મધ્યપ્રદેશ જાવા નીકળ્યા હતા.

ત્યારે આ બનાવ બન્યો હતો. ટ્રક મધ્યપ્રદેશથી અમદાવાદ આવી રહયો હતો. આ બનાવમાં ટ્રક ડ્રાઈવર ને પણ ઇજા થઇ હતી. આ બનાવ ને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જે બાદ કઠલાલ પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. જો કે એક જ પરિવારના ગરીબ મજૂરી કરીને ગુજરાન ચલાવતા પરિવારજનોની મોત થતા મૃતકના પરિવારજનો શકોગ્રસ્ત થયા હતા.












Click it and Unblock the Notifications
