મુંબઇ-અમદાવાદ હાઇવે પર બસ અકસ્માતમાં 14 લોકોના મોત

પાલઘર પોલીસ મથકના એક અધિકારના જણાવ્યા અનુસાર મુંબઇથી લગભગ 110 કિલોમીટર મનોર નજીક સવારે લગભગ સાત વાગે અમદાવાદ-મુંબઇ બસ અને એક ટ્રક વચ્ચે ટક્કર થતાં આ અકસ્માત સર્જાયો હતો.
બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતાં બસ નદીમાં પડી ગઇ હતી. તેમાં હજુ મુસાફરો ફસાયેલા છે. મૃતકોની સંખ્યા વધુ હોય શકે છે કારણ કે કેટલાક મુસાફરો હજુ બસમાં ફસાયેલા છે. રાહતકાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોટાભાગના મુસાફરો ગુજરાતના હોવાનું જાણવા મળ્યું છે.












Click it and Unblock the Notifications
