For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાલુપુર સ્વામિનારાયણ મંદિર દ્વારા અડાલજ ખાતે યોજાયેલ આચાર્ય વંદના

સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળમાં જ સમાજ સેવાનો ભાવ રહેલો છે, તેવું ગાંધીનગરના અડાલજ ખાતે યોજાયેલ આચાર્ય વંદના કાર્યક્રમમાં રાજયના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું.

|
Google Oneindia Gujarati News

સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળમાં જ સમાજ સેવાનો ભાવ રહેલો છે, તેવું ગાંધીનગરના અડાલજ ખાતે યોજાયેલ આચાર્ય વંદના કાર્યક્રમમાં રાજયના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું.

Bhupendra patel

કાલુપુર, સ્વામિનારાયણ મંદિરના ઘર્મ આચાર્ય કૌશલ્ય પ્રસાદ મહારાજને તેમના ૫૦મા વર્ષની શુભકામનાઓ પાઠવી રાજયના મુખ્ય મંત્રીએ ઉમેર્યું હતું કે, આપણી સંસ્કૃતિ છોડમાં રણછોડ જોનારી છે. છોડમાં રણછોડના દર્શન કરનારા આપણે સૌ આગળ વઘ્યા પછી પાછા ન પડીએ તે માટે સ્વામિનારાયણ જેવા સંપ્રદાય અને સંતોની જીવનમાં જરૂર રહે છે.

અવગણો પર જાતે વિજય મેળવો અશકય છે, તેવું કહી મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, તે માટે સંતનું શરણું મેળવું ખૂબ જરૂરી છે. સ્વામિનારાયણ સંપ્રદાયએ આપણી સંસ્કૃતિનું જતન કર્યું છે. તેની સાથે ઉમદા સમાજમાં યુવાનો અને સૌ કોઇમાં ઉમદા સંસ્કારનું સિંચન કરવાનું પણ એક ઘામ સ્વામિનારાયણ મંદિર છે.

આચાર્યના ચરણમાં વંદન કરીને પોતાને દિવ્ય આનંદ થયો હોવાનું કહી મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ જન્મોત્સવ સામાજિક એકતા, વ્યસન મુક્તિ, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું સન્માન, પર્યાવરણ બચાવવાની જાગૃત્તિ, મેડિકલ કેમ્પ જેવા ઉમદા કાર્યોને પણ આવરી લઇ સમાજ સેવાનું ઉમદા કાર્ય કરવામાં આવ્યું છે.

દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદી જન કલ્યાણના જે કાર્ય કરી રહ્યા છે, જેમાં ઘર્મસત્તાના આર્શીવાદ પણ છે, તેવું કહી તેમણે ઉમેર્યું હતું કે, છેવાડાના માનવીના આસું લુછવાનું કાર્ય આ સરકાર સહાયકારી યોજનાઓ થકી કરી રહી છે. આ ઉમદા કાર્ય થકી ઘર્મસત્તા પણ સાથે રહી ખભેથી ખભો મિલાવી કામ કરી રહી છે.

કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ કૌશલ્ય પ્રસાદ મહારાજને જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી રાજયના પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે, વ્યક્તિનો જન્મ દિવસ તેના અને પરિવાર માટે ખૂબ મહત્વનો હોય છે. દરેક પરિવાર પોતાની શક્તિ અનુસાર ઘરના પરિવારના સભ્યનો જન્મ દિવસની ઉજવણી કરતા હોય છે. આપણી સસ્કૃતિમાં શાળા, સંસ્થા, મંદિર, હોસ્પિટલના સ્થાપના દિવસને પણ એક ઉત્સવના રૂપે ઉજવણી કરવામાં આવે છે. મહારાજ સરળ સ્વભાવના છે, પણ પોતાના કાર્ય કે આયોજન મક્કમતાથી કરી રહ્યા છે.

આ પ્રસંગે કાલુપુર મંદિરના સ્વામી તેજન્દ્ર પ્રસાદ અને સ્વામી વજેન્દ્ર પ્રસાદે પોતાના આર્શીવચન પાઠવ્યા હતા. તેમજ મંદિરના ઘર્મ આચાર્ય કૌશલ્ય પ્રસાદ મહારાજે પણ હરિભક્તોને મનભરી પોતાની વાતો આગવી શૈલીમાં કરી હતી. હરિભક્તોને જીવન ઉપયોગી સૂચનો આર્શીવચનમાં કર્યા હતા.

આ જન્મોત્સવ નિમિત્તે યોજાયેલ મેડિકલ કેમ્પમાં હરિભક્તો દ્વારા ૮૪૦ બોટલ રકતદાન કરવામાં આવ્યું હતું. તેમજ ૧૨૩૦ જેટલા હરિભક્તોએ અંગદાન કરવાની સમતિ આપી હતી.

English summary
Acharya Vandana held at Adalaj by Kalupur Swaminarayan Temple
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X