For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત ટૂ કેન્દ્રઃ અઢિયાની નાણા મંત્રાલયના સચિવ પદે નિમણૂક

|
Google Oneindia Gujarati News

hasmukh-adhia-gujarat-ias
ગાંધીનગર, 4 નવેમ્બરઃ નાણા મંત્રાલયમાં વધુ ઉચ્ચ કક્ષાના ફેરબદલ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત કેડરના આઇએએસ અધિકારી હસમુખ અઢિયાને નાણા મંત્રાયલમાં સચિવપદે નિમણૂક કર્યા છે. 1981 બેચના અધિકારી અઢિયાને ગુરદયાલ સિંહ સંધુના સ્થાને સચિવ બનાવવામાં આવ્યા છે. ગુરદયાલ સિંહ સંધુને નેશનર ઓથોરિટી ફોર કેમિકલ વેપન્સ કોન્વેન્શનના સચિવ બનાવવામાં આવ્યા છે.

અધિકૃત નિવેદનમાં જણાવવામાં આવ્યું છેકે, કેબિનેટ કમિટી દ્વારા હસમુખ અઢિયાની નાણા મંત્રાલયમાં સચિવ તરીકેની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. નોંધનીય છેકે, 2015-16ના કેન્દ્રિય બજેટ પહેલાના આ તાજા ફેરફારો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ સાથે જ પૂર્વ ફાયનાન્સ સેક્રેટરી અરવિંદ માયારામની માઇનોરિટી એફેર્સ મિનિસ્ટ્રીમાં જ્યારે પૂર્વ રાજસ્થાન ચીફ સેક્રેટરી રાજીવ મેહરિષિની ઇકોનોમિક અફેર્સ મંત્રાલયના સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

અઢિયાને નરેન્દ્ર મોદીના નજીકના માનવામાં આવે છે અને એવી આશા રાખવામાં આવી રહી હતી કે નવી દિલ્હીમાં તેમને કોઇ મહત્વના પદે નિયુક્ત કરવામાં આવી શકે છે. હાલ અઢિયા ગુજરાતમાં નાણા મંત્રાલયમાં પ્રિન્સિપલ સેક્રેટરી છે, પરંતુ નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે 2003-04માં તેઓ વધારાનો પ્રિન્સિપલ સેક્રેટરીનો ચાર્જ સંભાળી રહ્યાં હતા અને 2004-06માં તેઓ પ્રિન્સિપલ સેક્રેટરી હતા. આ ઉપરાંત અઢિયાએ 1994 અને 1999 દરમિયાન કેન્દ્રમાં ડેપ્યુટી સેક્રેટરી અને ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સમાં ડિરેક્ટર તરીકેની ફરજ બજાવી હતી.

English summary
IAS Hasmukh Adhia replaces Sandhu as financial services secretary
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X