પાટણ જિલ્લામાં લમ્પી સ્કીન વાયરસ સામે વહિવટીતંત્ર સક્રિય!

રાજ્યમાં લમ્પી વાયરસને લઈને સરકાર એલર્ટ છે. ત્યારે, પાટણ જિલ્લામાં પણ 50 થી વધુ પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાતા પશુપાલન વિભાગ દ્વારા ગ્રામીણ વિસ્તારમાં પશુઓની સારવાર માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

રાજ્યમાં લમ્પી વાયરસને લઈને સરકાર એલર્ટ છે. ત્યારે, પાટણ જિલ્લામાં પણ 50 થી વધુ પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાતા પશુપાલન વિભાગ દ્વારા ગ્રામીણ વિસ્તારમાં પશુઓની સારવાર માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે પણ પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાય છે તેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે.

lumpy skin decease virus

લમ્પી વાયરસથી પશુઓને બચાવવા માટે રાજ્ય સરકારે તમામ વ્યવસ્થા કરી છે. ત્યારે, પાટણ જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા ટીમોને કામે લગાવવામાં આવી છે. પશુપાલન વિભાગ તેમજ ડેરીના વેટરનરી ડોક્ટર્સના સંયુક્ત પ્રયાસથી અબોલ પશુઓને લમ્પી વાયરસથી બચાવવા માટે સારવાર કરવામાં આવી રહી છે. પશુપાલન વિભાગના ડોક્ટર્સની ટીમ રાઉન્ડ ધ ક્લોક લમ્પી વાયરસના લક્ષણો ધરાવતા પશુઓને બચાવવા માટે ગ્રામીણ વિસ્તારમાં કામગીરી કરી રહી છે. જે પણ અબોલ પશુઓમાં લમ્પી વાયરસના લક્ષણો દેખાય તેમની તાત્કાલિક સારવાર કરી તેમને રોગમુક્ત કરવા માટે પશુપાલન વિભાગના ડોક્ટર્સ ફરજ નિભાવી રહ્યા છે.

લમ્પી વાયરસના કહેર વચ્ચે વહીવટી તંત્રએ 58 જેટલા ડૉક્ટર્સની ટીમોને સર્વેની કામગીરી સોંપી દીધી છે તેમજ 18 જેટલી હરતી ફરતી પશુવાન દ્વારા સારવાર પણ આપવામાં આવી રહી છે. અત્યાર સુધી સાંતલપુર અને સમી તાલુકામાં અંદાજીત 50 જેટલા પશુઓ સંક્રમિત થયા છે. સાંતલપુરના 5 અને સમી તાલુકાના 2 જેટલા ગામોમાં આ વાયરસ જોવા મળ્યો છે. જેઓની તાત્કાલીક સારવાર શરૂ કરવામાં આવી છે.

પશુપાલકોને પોતાના પશુ પર સંક્રમિત હોવાના કોઈ લક્ષણ દેખાય તો તાત્કાલિક નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવા અથવા 1962 હેલ્પલાઇન પર સંપર્ક કરવા રાજ્ય સરકાર દ્વારા નિર્દેશ કરાયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X